ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 202
ગુરુવા
મુંબઈમાં ગત દોઢ વર્ષથી સ્કૂલો બંધ હતી. દરમિયાન શાળાઓમાં સ્વચ્છતા, સુરક્ષા, વીજળીના ઉપકરણોની દેખરેખ અને સમારકામ માટે 209.70 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષ પહેલાં જ પૂરો થઇ ગયો છે. તેના માટે નવી ટેન્ડર પ્રક્રિયાને અટકાવી રાખી છે અને બીએમસી કોરોના સંકટના નામે જૂના કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરશે. એટલું જ નહીં કોન્ટ્રાક્ટરોને આ કામ માટે 159 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી પણ આપી દીધી છે
પાલિકાની સ્થાયી સમિતિમાં મુકાયેલા આ પ્રસ્તાવને સમિતિએ પારદર્શક અને વધુ સ્પષ્ટતા સાથે પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવા માટે બીએમસી પ્રશાસન પાસે મોકલ્યો હતો. હવે તે જ પ્રસ્તાવ પાલિકાના કમિશનરની સલાહથી ફરીથી મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કહેવાયું છે કે નવી ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થયો છે. કોરોનાકાળમાં સ્કૂલો બંધ હોવા છતાં સ્કૂલોની સાફ-સફાઈ, દેખરેખ, સુરક્ષા વગેરે થતું હતું. આ સ્પષ્ટીકરણ આપતા પ્રશાસને કોન્ટ્રાક્ટરોની બે મહિના માટે ત્રણ વાર, છ મહિના માટે ચાર વાર મુદ્દત વધારી છે. અઢી વર્ષ માટે આ મુદત વધારવામાં આવી છે અને તેના માટે થનારા 159 કરોડ રૂપિયાના ખર્ચેને પણ મંજૂરી અપાઇ ગઇ છે.
શું હવે facebook નું નામ બદલાશે? એપ્લિકેશન પણ બદલાઈ જશે? જાણો આખા મામલાને…
પાલિકાએ વગર કોઈ ટેન્ડર પ્રક્રિયા જુના કોન્ટ્રાક્ટરોની મુદત વધારી દીધી છે. પાલિકાએ જ્યારે નવી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી ત્યારે ફક્ત બે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા રદ કરાઇ હતી. કોન્ટ્રાકટની મુદ્દત સમાપ્ત થયા બાદ પાલિકાએ ટેન્ડરની નવી પ્રક્રિયા શરૂ કરી ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું