ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મુંબઈમાં ગુરુવારે કોરોનાના નવા દર્દીની સંખ્યા 20,000ને પાર કરી ગઈ હતી. દિવસેને દિવસે દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ નવ જંબો સેન્ટરમાં 500-500 બેડ્સ વધારવાનો નિર્ણય લીધો છે.
હાલની પરિસ્થિતિમા તમામ જંબો સેન્ટર સજ્જ છે. છતાં ફક્ત પાંચ સેન્ટરમાં દર્દીને દાખલ કરવામાં આવી રહ્યા છે. દર્દીની સંખ્યા વધવાની સાથે જ તબકકાવાર અન્ય જંબો સેન્ટર ચાલુ કરવામાં આવશે એવું પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. જંબો સેન્ટરમાં બેડ્સ વધારવાની સાથે જ ટોટલ 20,000 બેડ્સ ઉપલબ્ધ થશે.
મુંબઈમાં કોરોનાનો ખતરો વધ્યો, બેસ્ટની બસમાં હવે ફક્ત આ લોકોને જ પ્રવાસની મંજૂરી હશે; જાણો વિગત,
મુંબઈમાં હાલ પાંચ ટકા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે. છતાં પાલિકાએ કોઈ જોખમ લેવા માગતી નથી અને તકેદારીના પગલા રૂપે કોવિડ સેન્ટરમાં બેડ્સની સંખ્યા વધારવામાં આવી રહી હોવાનું પાલિકાએ કહ્યું હતું.