ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી સામેની ઠંડી પડેલી કાર્યવાહીને મુંબઈ મહાનગરપાલિકા ફરી તીવ્ર બનાવવાની છે.
કોરોના મહામારીને પગલે બે વર્ષથી પાલિકાની તમામ યંત્રણા કોરોનાને નિયંત્રણમાં લાવવાની કામગીરીમાં વ્યસ્ત થઈ ગઈ હતી. તેથી બજારોમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયો હતો.
કોરોના નિયંત્રણમાં આવવાની સાથે જ તમામ નિયંત્રણો પાછા ખેંચવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન પ્રતિબંધક પ્લાસ્ટિક સામેના ઉપયોગ સામે પાલિકાના સંબંધિત ખાતા દ્વારા દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. તેથી બિન્દાસ બની ગયેલા ફેરિયાઓ, દુકાનદારોથી લઈને સામાન્ય નાગરિકોમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. તેથી પાલિકા પ્લાસ્ટિક સામેની કાર્યવાહીને વધી તીવ્ર બનાવાની છે. જોકે હાલ પાલિકાનું ટેન્શન રોજ જમા થતા જોખમી કચરાને કારણે વધી ગયું છે. ખાસ કરીને પ્લાસ્ટિકના શિલ્ડ પ્રોટેક્ટિવ ગિયર સહિતના કચરાને અલગ તારવીને તેનો નિકાલ કરવો મુશ્કેલ થઈ ગયું છે.
ગટરમાં પ્લાસ્ટિકની થેલીઓ ભરાઈ જતી હોવાથી ગટર નાળામાં વરસાદી પાણીનો નિકાસ થતો હતો અને શહેરમાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એ સિવાય પર્યાવરણ માટે પણ તે જોખમી છે. તેથી 2018ની સાલમાં મુંબઈમાં પ્લાસ્ટિકની થેલીઓના વપરાશ પર પ્રતિબંધ આવી ગયો હતો. પ્રતિબંધક પ્લાસ્ટિક સામેની કાર્યવાહી માટે પાલિકાએ ખાસ વિજિલન્સ ટીમ પણ બનાવી છે, જે બધી જગ્યાએ જઈને તપાસ કરતી હોય છે.
મુંબઈમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણ માટે BMC તૈયાર, આ સ્થળે આપશે વૅક્સિન. જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં પ્રતિબંધક પ્લાસ્ટિકના ઉપયોગ કરનારા પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. પહેલી વખત પકડાય તો પાંચ હજાર, બીજા ગુના માટે 10,000 રૂપિયા અને ત્યાર પછી પણ પકડાય તો તે માટે 25,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.