News Continuous Bureau | Mumbai
પેટ્રોલ- ડીઝલ(Petrol-diesel), રાંધણ ગેસ અને શાકભાજી(vegetable), કરિયાણા (Grossery) વગેરે મોંઘા થયા છે ત્યારે હવે મુંબઈગરાઓ માટે વધુ એક પડ્યા પર પાટું જેવી વાત છે. મીડિયામાં પ્રકાશિત સમાચારો મુજબ, મુંબઈ મહાપાલિકા(BMC) તરફથી પૂરું પાડવામાં આવતા પાણી(water charge) ના વેરામાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સતત વધી રહેલી મોંઘવારી સામે ઝઝૂમી રહેલી શહેરની સામાન્ય જનતાને વોટર ચાર્જિસના દરમાં વધારાની નવી મુસીબત સહન કરવી પડશે.
મહાનગરપાલિકાએ આવતીકાલથી જ પાણી વેરા(water tax)માં વધારો અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. એ માટે પ્રશાસનની મંજૂરી મળી ગઈ છે. મુંબઈગરાઓ પર 7.12 ટકાનો પાણીવેરો વધારો લાગુ થશે.
આ સમાચાર પણ વાંચો : મોરબી બ્રિજ દુર્ઘટના – ઓરેવા કંપનીના માલિક- કંપનીના પૂલ સુપરવાઈઝર- અને ચીફ ઓફિસર પર સંકજો કસવાની તૈયારી- આ માંગણીઓ સાથે ગાંધીનગરમાં પિટિશન થઈ ફાઈલ
મહાપાલિકા પ્રશાસ(BMC)ને 2012માં પાણી વેરામાં દર વર્ષે ઓછામાં ઓછા 8 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. તત્કાલીન સત્તાધારીઓએ એને પરવાનગી આપતા મુંબઈગરા(Mumbaikars)ઓ માટે પાણી વેરામાં 7.12 ટકાનો વધારો કર્યો હતો. એ જ ધોરણના આધારે મહાપાલિકા પ્રશાસન તરફથી દર વર્ષે પાણી વેરામાં વધારો કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે BMC પ્રશાસન લોકોને સ્વચ્છ અને શુદ્ધ પાણી આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. BMC માને છે કે જે ખર્ચે લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે તે ખૂબ જ નજીવા દરે છે, જ્યારે BMCનો લોકો સુધી પહોંચવાનો ખર્ચ અનેક ગણો વધારે છે.
આ સમાચાર પણ વાંચો : દુઃખદ – મોરબી કરુણાંતિકામાં આ ભાજપ સાંસદના એક બે નહીં પણ પરિવારના 12 સભ્યોના નિપજ્યા મોત