ન્યુઝ કંટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 29 એપ્રિલ 2021.
ગુરૂવાર.
કોરોના વેક્સિનેશન સેન્ટર પર વરિષ્ઠ નાગરિકોની ભીડને જોઈને મુંબઈ મહાનગરપાલિકાએ તેમના માટે એક મહત્વપૂર્ણ સંદેશો જાહેર કર્યો છે.

મુંબઈના તમામ વરિષ્ઠ નાગરિકોને વિનંતી તરીકે તેઓ વેક્સિનેશન સેન્ટર પર ભીડ ન કરે અથવા લાંબી લાઇનમાં ઉભા ન રહે. હાલ પૂરતી વેક્સિન અલ્પ પ્રમાણમાં છે. દરેક કેન્દ્રોમાં તે પૂરતા પ્રમાણમાં નથી. માટે આરામ કરો અને જાણકારી મેળવો કે ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો માટે રસી ક્યારે અપાશે.
હવે 18 વર્ષ થી 44 વર્ષના વયજૂથના માટે કોરોના વેક્સિન અભિયાન શરૂ થવાનું છે. પરંતુ વેક્સિનેશન સેન્ટર 45 વર્ષથી વધુની વયના નાગરિકો માટે સક્રિય રહેશે. BMC આ નવી ડ્રાઈવમાં ઓછામાં ઓછા 500 થી વધુ સરકારી અને પ્રાઇવેટ કોરોના વેક્સિનેશન સેન્ટર ઉભા કરશે. માટે 45 વર્ષથી વધુના વ્યક્તિ માટે રસીકરણ સાથે સમાધાન કરવામાં આવશે નહીં.
નવા જૂથ માટે રસીકરણ પૂરતા પ્રમાણમાં રસી ઉપલબ્ધ થયા પછી જ શરૂ થશે.1 મે થી શરૂ નહીં થાય. માટે વરિષ્ઠ નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી કે, એકવાર નવી ડ્રાઇવ શરૂ થતા તેઓ રસીકરણથી વંચિત રહેશે.
જેમણે રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે, તેઓ વ્યાજબી રીતે સુરક્ષિત છે. પરંતુ જો બીજો ડોઝ મેળવવામાં વિલંબ થાય તો તેના કારણે તેમણે ડરવું નહીં.
અમારી પાસે પૂરતો રસીનો સ્ટોક આવે ત્યાં સુધી કૃપા કરી તમે રાહ જુઓ. અમે વધુ વિગતો આપવાનું ચાલુ રાખીશું. સુરક્ષિત રહો અને ડબલ માસ્ક પહેરો.