Site icon

દુકાનો પર મરાઠી સાઈનબોર્ડ ન લગાવનારાઓ સામે BMC થઇ કડક- પહેલા જ દિવસે આટલા ટકા દુકાનદારોને ફટકારી દીધી નોટિસ

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં દુકાનદારોને પોતાની દુકાનના બોર્ડ(Shop board) મરાઠી(Marathi)માં લગાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા ઘણી વાર મુદત વધારો આપવામાં આવ્યો છે, પરંતુ હવે પાલિકાએ સોમવારથી દુકાનોના બોર્ડ મરાઠીમાં લગાવ્યા ન હોય તેની સામે કાર્યવાહી(Action) કરવાનું શરૂ કર્યું છે. આ અંર્તગર્ત પાલિકાએ પ્રથમ દિવસે જ 522 દુકાનદારોને નોટિસ આપી છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ પાલિકાની ટીમે પ્રથમ દિવસે મુંબઈના વિવિધ વિસ્તારોમાં 2158 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. નિયમો અનુસાર તપાસમાં 1636 દુકાનો પર મરાઠી સાઈનબોર્ડ(Marathi signboard) મળી આવ્યા હતા. જ્યારે કે લગભગ 25 ટકા જેટલી દુકાનોમાં નેમપ્લેટ મરાઠી ભાષામાં લગાવવામાં આવી નહોતી. મરાઠી ભાષામાં નેમપ્લેટ ન હોવા બદલ મહાનગરપાલિકાએ 25 ટકા એટલે કે 522 દુકાનોને નોટિસ ફટકારી છે.  આ અંગે મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર સંજોગ કાબરે જણાવ્યું હતું કે મરાઠી બોર્ડ ન લગાવનાર દુકાનના માલિકને હાલ નોટિસ આપવામાં આવી છે. જો તે 7 દિવસમાં મરાઠી બોર્ડ નહીં લગાવે તો તેની સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : શું દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે- જેઠાલાલ અને સુંદર એ આપ્યું આ સ્પષ્ટીકરણ

વધુમાં તેમણે કહ્યું કે દુકાનમાં કામ કરતા દરેક વ્યક્તિના હિસાબે 2000-2000 રૂપિયાનો દંડ ભરવો પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે કહ્યું કે એક દિવસની તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે લગભગ 75 ટકા દુકાનદારોએ મરાઠી સાઈન બોર્ડ લગાવ્યા છે. મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન મુંબઈના તમામ દુકાનદારોને નિયમોનું પાલન કરવા અને કાર્યવાહી ટાળવા માટે વહેલી તકે મરાઠી સાઈન બોર્ડ લગાવવાની અપીલ કરે છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2022માં સરકારે રાજ્યની તમામ દુકાનો પર મરાઠી સાઈન બોર્ડ લગાવવાનું ફરજિયાત બનાવ્યું હતું. જે બાદ મહાનગરપાલિકાએ મુંબઈમાં દુકાનનું નામ મરાઠી દેવનાગરી લિપિમાં લખવાનો આદેશ જારી કર્યો હતો. મહત્વનું છે કે મરાઠી નેમપ્લેટ ફરજિયાત બનાવતી વખતે પાલિકાએ 30 જૂનની સમયમર્યાદા આપી હતી. ત્યારબાદ વેપારી સંગઠનોની વિનંતી પર તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો :  ઓલા-ઉબેરની જેમ હવે મુંબઈમાં બેસ્ટની પણ કેબ સર્વિસ આવશે- જાણો શું છે યોજના

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version