News Continuous Bureau|Mumbai
મુંબઈ(Mumbai)ને પાણી પૂરું પાડનારા જળાશયોમાં મબલખ પાણી(full water) છે અને વરસાદે(rain) પણ ફરી એન્ટ્રી કરી છે. છતાં ગુરુવારના એક દિવસ માટે સમગ્ર મુંબઈ શહેર(mumbai city) અને ઉપનગરોમાં 15 ટકા પાણીકાપ મુકવામાં આવ્યો છે. અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ(water cut) હશે. તો અમુક જગ્યાએ લો પ્રેશર(law pressure) સાથે પાણી મળશે.
પાલિકા(BMC)ના પાણી પુરવઠા ખાતાના કહેવા મુજબ તાનસા મેઈન લાઈનને BPT લાઇન (બ્રેક પ્રેશર ટનલ)ને જોડવાનું કામ કરવામાં આવવાનું છે. આ કામ ભાંડુપ વોટર કોમ્પ્લેક્સ(Bhandup water complex)માં કરવામાં આવવાનું છે. પ્લમ્બિંગ અને વાલ્વ બદલવાના કામો હાથ ધરવામાં આવવાના છે. આ કામ ગુરુવાર 4 ઓગસ્ટ 2022 ના રોજ સવારે 10 થી 12 મધ્યરાત્રિ સુધી હાથ ધરવામાં આવશે. તેથી, આ સમયગાળા દરમિયાન સમગ્ર મુંબઈ શહેર અને બંને ઉપનગરોમાં 15 ટકા પાણી કાપ રહેશે. અમુક વિસ્તારોમાં 100 ટકા પાણી પુરવઠો બંધ રહેશે. તો અમુક જગ્યાએ ઓછા પ્રેશર સાથે પાણી મળશે.
સંબંધિત વિસ્તારોના રહેવાસીઓને ઉપરોક્ત સમયગાળા દરમિયાન પાણી કાપના આગલા દિવસે પાણીનો જરૂરી સ્ટોક કરી રાખવાની અપીલ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : રાહુલ અને સોનિયા ગાંધી ઇડીની રડાર પર- નેશનલ હેરાલ્ડ કેસ મામલે તપાસ એજન્સીએ આટલા સ્થળો પર પાડ્યા દરોડા
પશ્ચિમી ઉપનગરો, પૂર્વીય ઉપનગરો અને શહેરનો સમગ્ર વિસ્તાર – (પાણી પુરવઠામાં 15 ટકા કાપ રહેશે)
1) એસ વોર્ડ ગાવદેવી ટેકરી, સર્વોદય નગર – *(1 PM થી 5 PM – આ નિયમિત પાણી પુરવઠાનો સમય છે) અહીં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે
કાંજુર માર્ગ (પશ્ચિમ) થી વિક્રોલી સ્ટેશન સુધી લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ બંને બાજુએ, સૂર્યાનગર, ચંદન નગર, વિક્રોલી સ્ટેશન માર્ગ (પશ્ચિમ) – (12.30 વાગ્યાથી 11 વાગ્યા સુધી – આ નિયમિત પાણી પુરવઠાનો સમય છે) અહીં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
રમાબાઈ નગર અને દિનશા બ્રિજથી ભાંડુપ જળાશય વિસ્તાર ( સાંજના 4 થી 7.30 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય)માં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
સાઈ હિલ, ટેમ્ભીપાડા – (રાતના 8 થી 11 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય) અહીં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : અંધેરી સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે એ ખુલ્લો મુક્યો નવો સ્કાયવોક-જુઓ નવા સ્કાયવોકની તસવીરો
એન્થોની ચર્ચ, કામરાજ નગર વિસ્તાર, પાટકર કમ્પાઉન્ડ પ્રિસિંક્ટ – ( બપોરના 1 વાગ્યાથી થી સાંજના 5 વાગ્યા સુધી – નિયમિત પાણી પુરવઠાનો સમય) અહીં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
મહારાષ્ટ્ર નગર, ફરીદ નગર, કાજુ હિલ, કામ્બલે કમ્પાઉન્ડ – (વહેલી સવારના 5 વાગ્યાથી થી 10 વાગ્યા સુધી આ નિયમિત પાણી પુરવઠાનો સમય છે) અહીં ઓછા દબાણથી પાણી પુરવઠો ઉપલબ્ધ રહેશે.
ખિંડીપાડા, શ્રીરામપાડા, રાજારામવાડી – (વહેલી સવારે 5 થી સાંજના 5 વાગ્યા સુધી – આ નિયમિત પાણી પુરવઠાનો સમય છે) અહીં પાણી પુરવઠો સવારે 10 વાગ્યાથી મધ્યરાત્રિ 12 સુધી બંધ રહેશે.
રામનગર, તાનાજીવાડી – (સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી – નિયમિત પાણી પુરવઠાનો સમય) અહીં પાણી પુરવઠો સવારે 10 થી 12 મધ્યરાત્રિ સુધી બંધ રહેશે.
સર્વોદય નગર, ગાવદેવી ટેકરી અને ગાવદેવી માર્ગ – (બપોરના 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ નિયમિત પાણી પુરવઠાનો સમય છે) અહીં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
રમાબાઈ આંબેડકર નગર, ટેમ્ભીપાડા, નારદાસ નગર, શિવાજી નગર, સાંઈ હિલ, સાંઈ વિહાર – (સાંજે 4 થી રાતના 11 વાગ્યા સુધી આ નિયમિત પાણી પુરવઠાનો સમય છે) અહીં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
નારદાસ નગર, શિવાજી નગર – (અહીં 24 કલાક પાણી પુરવઠો હોય છે) પરંતુ આ વિસ્તારમાં પાણી પુરવઠો સવારે 10 વાગ્યાથી મધ્યરાત્રિ 12 સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની રિએન્ટ્રી- શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો આ વર્તારો
કાંજૂર (પશ્ચિમ), વિક્રોલી (પશ્ચિમ), સૂર્યાનગર, વિક્રોલી સ્ટેશન નજીકનો વિસ્તાર – (બપોરના 1 વાગ્યાથી થી રાતના 11 વાગ્યા સુધી – આ નિયમિત પાણી પુરવઠાનો સમય છે) અહીં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
આરે રોડ, મોરારજી નગર, ગૌતમ નગર, જયભીમ નગર, ફિલ્ટર પાડા, પઠાણવાડી – (24 કલાક પાણી પુરવઠો) અહીં (પાણી પુરવઠો સવારે 10 વાગ્યાથી મધ્યરાત્રિ 12 સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
2) N વિભાગ: કૈલાશ કોમ્પ્લેક્સ પમ્પિંગ સ્ટેશનથી પુરવઠો – વીર સાવરકર માર્ગ સાથેનો વિસ્તાર, વિક્રોલી (પશ્ચિમ) – (બપોરના 12 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી આ નિયમિત પાણી પુરવઠાનો સમય છે) અહીં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
વિક્રોલી ગામ, ગોદરેજ હોસ્પિટલ વિક્રોલી (પૂર્વ)માં ( બપોરના 12.30 વાગ્યાથી થી રાતના 11 વાગ્યા સુધી – આ નિયમિત પાણી પુરવઠાનો સમય છે) – અહીં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. કામ પૂર્ણ થયા પછી મધ્યરાત્રીના 2.30 થી સવારે 11 વાગ્યા સુધીનો પાણીનો પુરવઠો વિક્રોલી (પૂર્વ) આઉટલેટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
વિક્રોલી સ્ટેશન રોડ, વિક્રોલી સ્ટેશનથી શ્રેયસ સિનેમા જંકશન લાલ બહાદુર શાસ્ત્રી માર્ગની બંને બાજુનો વિસ્તાર – (સાંજના 6 થી રાતના 11 વાગ્યા સુધી – આ નિયમિત પાણી પુરવઠાનો સમય છે) અહીં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
ગોદરેજ કંપની, રેલ્વે લાઇન પશ્ચિમ બાજુનો વિસ્તાર – ( બપોરના 2.30 વાગ્યાથી થી રાતના 11 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય) અહીં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
સર્વોદય નગર વિસ્તાર – સર્વોદય હોસ્પિટલથી શ્રેયસ સિનેમા જંકશન લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ વિસ્તારની બંને બાજુએ – (સાંજે 6 થી 10.30 વાગ્યા સુધી – આ પાણીનો નિયમિત સમય છે) અહીં ઓછા દબાણે પાણી પૂરું પાડવામાં આવશે.
3) એલ વિભાગ: કુર્લામાં બરેલી મસ્જિદ, 90' ફૂટ રોડ, કુર્લા-અંધેરી માર્ગ, જરીમારી, ઘાટકોપર-અંધેરી લિંક માર્ગ, સાવરકર નગર, મહાત્મા ફુલે નગર, તાનાજી નગર, સાકી વિહાર માર્ગ, મારવા ઉદ્યોગ માર્ગ ભાગ, સત્ય નગર પાઇપલાઇન વિસ્તારમાં પાણી પુરવઠામાં 15 ટકા ઘટાડો અને ઊંચા વિસ્તારોમાં ઓછા દબાણથી પાણી પુરવઠા થશે.
કુર્લા દક્ષિણમાં કાજુપાડા, સુંદરબાગ, નવાપાડા, કોહિનૂર સિટી, પ્રીમિયર કોલોની, બળદ બજાર, વાડિયા એસ્ટેટ, ક્રિશ્ચિયન ગાંવ, સંદેશ નગર, શાસ્ત્રીનગર, હલાવપૂલ, ન્યૂ મિલ માર્ગ, બ્રાહ્મણવાડી, વિનોબા ભાવેનગર, કાપડિયા નગર, ન્યૂ મ્હાડા કોલોની, કિસ્મત નગર, ખાડી તકિયાવાર્ડ, મહારાષ્ટ્ર કાંટા, ગફુરખાન એસ્ટેટ, પાઇપલાઇન માર્ગ, એલ. બી. એસ. માર્ગ (પૂર્વ અને પશ્ચિમ) વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે.
4) કે/પૂર્વ વિભાગ: ચકાલા, પ્રકાશવાડી, ગોવિંદવાડી, માલપા ડોંગરી નંબર 1 અને હનુમાનનગર, મોતાનગર, શિવાજીનગર, શહીદ ભગતસિંહ કોલોની, ચરતસિંહ કોલોની, મુકુંદ હોસ્પિટલ, ટેકનિકલ વિભાગ, લેલાવાડી, ઈન્દિરા નગર, મેપખાન નગર, તકપાડા, નવાપાડા, એરપોર્ટ માર્ગક્ષેત્ર, ચિમતપાડા, સાગબાગ, મરોલ ઈન્ડસ્ટ્રીયલ એરિયા, રામકૃષ્ણ મંદિર માર્ગ, જે. બી. નગર, બગરખા માર્ગ, ક્રાંતિ નગરમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારી- મુંબઈ શહેરમાં સીએનજી ના ભાવ વધી ગયા- આ છે નવા ભાવ
સહાર રોડ વિસ્તારમાં કબીર નગર, બામણવાડા, પારસીવાડા, એરપોર્ટ વિસ્તાર, તરુણ ભારત કોલોની, ઇસ્લામપુરા, દેઉલવાડી, પી એન્ડ ટી કોલોની વિસ્તારમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
એમ.આઈ. ડી. સી. અને ભવાનીનગર વિસ્તારમાં મુલગાવ ડોંગરી, સુભાષ નગર, એમ.આઈ. ડી. સી. માર્ગ નંબર 1 થી 23, ભાંગરવાડી, ટ્રાન્સ એપાર્ટમેન્ટ, કોંડિવિટા, મહેશ્વરી નગર, ઉપાધ્યાય નગર, ઠાકુર ચાલ, સાલ્વે નગર, ભવાની નગર, દુર્ગાપાડા, મામા ગેરેજ વિસ્તારમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
વિજય નગર મરોલ વિસ્તારમાં વિજય નગર મરોલ, મિલિટરી રોડ, વસંત ઓએસિસ, ગાવદેવી, મરોલ ગામ, ચર્ચ રોડ, હિલ વ્યૂ સોસાયટી, કદમવાડી, ભંડારવાડા, ઉત્તમ ધાબા પાણી પુરવઠાનો સમય રહેશે.
સિપ્ઝ વિસ્તારમાં પાણી પુરવઠો સવારે 10 વાગ્યાથી મધ્યરાત્રિ 12 સુધી બંધ રહેશે.
ઈન્ટરનેશનલ એરપોર્ટ – 24 કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
5) H/પૂર્વ વિભાગ: બાંદ્રા ટર્મિનસ વિસ્તારમાં 24 કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે.
6) જી/ઉત્તર વિભાગ:ધારાવી મેઈન રોડ, ગણેશ મંદિર માર્ગ, એ. કે. જી. નગર, દિલીપ કદમ માર્ગ, સંત ગોરા કુંભાર માર્ગ -પાણી પુરવઠો સવારે 10 થી 12 મધ્યરાત્રિ સુધી બંધ રહેશે. ધારાવીના પ્રેમ નગર, નાયક નગર, ધારાવી લૂપ રોડમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.