News Continuous Bureau | Mumbai
રોજિંદા જીવનમાં વધતા કામના દબાણ અને તણાવને કારણે જીવનશૈલી સંબંધિત રોગો જેમ કે ડાયાબિટીસ(Diabetes), હાઈ બ્લડ પ્રેશર(High blood pressure), હૃદયરોગ(Heart disease) અને ડિપ્રેશન (Depression) વધી રહ્યા છે. તેથી તંદુરસ્ત જીવનશૈલીને(Healthy lifestyle) પ્રોત્સાહન આપવા અને લોકોને તણાવમાંથી મુક્ત કરવા અને તેમને સ્વસ્થ રાખવાના ઉદ્દેશ્ય સાથે, BMCએ પહેલી જૂનથી શહેરમાં મફત યોગ વર્ગો શરૂ કરવાનું નક્કી કર્યું છે.
પાલિકાએ(BMC) યોગા ક્લાસ ચલાવતી સંસ્થાઓ જેઓ રસ ધરાવે છે, તેમની પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ(Expression of interest) એટલે કે જે સંસ્થા યોગા શીખવાડવામાં રસ ધરાવતા લોકોને આમંત્ર્યા હતા. આ લોકોને દરરોજ સવારે 6 થી સવારે 8 વાગ્યા સુધી યોગા વર્ગો શીખવાડવા માટે કહેવામા આવ્યુ છે.
BMCએ તેના 2022-23ના બજેટમાં શહેરમાં 200 શિવ યોગ કેન્દ્રો(Shiva Yog Centers) શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે યોગ કેન્દ્રોની સંખ્યા લોકો તરફથી મળેલા પ્રતિસાદ પર નિર્ભર રહેશે.
આ સમાચાર પણ વાંચો : ચોમાસું નજીક ત્યારે BMC જાગીm પૂરથી બચવા પોઈસર નદી પાસે કરશે આ કામ..જાણો વિગતે
એક વખત જો યોગા ક્લાસિસ તેમના શિક્ષિત યોગ શિક્ષકો આપવાની તૈયારી દર્શાવશે તો પાલિકા લોકો માટે યોગ કેન્દ્રો સ્થાપશે. વર્ગો BMC શાળાઓ, મેરેજ હોલ, વોર્ડ ઓફિસો અને ઓછામાં ઓછા 30 લોકોના જૂથ માટે કોઈપણ જાહેર ખુલ્લી જગ્યામાં યોજી શકાશે.
“BMC દરેક યોગ શિક્ષકને એક સત્ર માટે રૂ. 1000 ચૂકવશે અને વર્ગો અઠવાડિયામાં પાંચ દિવસ ચલાવવામાં આવશે. સ્થાનિક વોર્ડ(Local ward) ઓફિસો આ સત્રો પર નજર રાખશે, એવું એડિશનલ મ્યુનિસિપલ કમિશનર(Additional Municipal Commissioner) સંજીવ કુમારે(Sanjeev Kumar) જણાવ્યું હતું