ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
મુંબઈમાં કોરોના સંક્રમિતો ની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે.તેથી મુંબઈગરા માં હાહાકાર મચી ગયો છે. માટે જ મુંબઇ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે એક રાહતનો સંદેશો મોકલ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે,મુંબઈ શહેરમાં જો રોજના ૧૦,૦૦૦ કોરોના ના કેસ આવે તો પણ પાલિકા તે દર્દીઓને સાજા કરવા માટે સજ્જ છે.
મુંબઈ મહાનગરપાલિકાએ સતર્ક થઇ ને રેપિડ ટેસ્ટિંગ નું અભિયાન શરૂ કરી દીધું છે. 23 માર્ચ છે મુંબઈમાં 40400 ટેસ્ટીંગ થયા તેમાં 5458 કોરોના પોઝિટિવ મળ્યા . તેમાંથી 83 ટકા લોકો asymptomatic હતા. (કે જેઓ ને કોરોના થયો છે પણ એના કોઈ લક્ષણ નથી.)તો બુધવારે 24 માર્ચે છે 47000 ટેસ્ટીંગ થયા તેમાંથી 5665 કરોના પોઝિટિવ નોંધાયા જેમાંથી ૮૪ ટકા લોકો asymptomatic હતા. આ ચોંકાવનારા આંકડાઓ ને જોતાં જ પાલિકાના કમિશનરે રાહત નો સંદેશો આપ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ,મુંબઈમાં વધારે કેસ સામે આવવાનું કારણ આ ટેસ્ટિંગ અભિયાન પણ છે. જેનાથી કોરોના સંક્રમિત લોકોની જાણ પણ થાય અને સમયસર તેમનો ઇલાજ પણ થાય.