News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય પ્રધાન(Union Minister) અને ભાજપ(BJP)ના નેતા નારાયણ રાણે(Narayan Rane)ની અડચણો વધી શકે છે. જુહૂ(Juhu)માં આવેલા આઠ માળાના ‘અધિશ’ બંગલા(Adhish Bunglow)માં રહેલા ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની તેમની અરજીને મુંબઈ મહાનગરપાલિકા(Mumbai BMC)એ નામંજૂર કરી નાખી છે. તેથી તેમના બંગલામાં રહેલા ગેરકાયદે બાંધકામ પર પાલિકાનો હથોડો પડશે એવી શક્યતા છે.
મિડિયામાં આવેલા અહેવાલ મુજબ પાલિકાના કે-વેસ્ટ(K-West Ward) વોર્ડ દ્વારા નારાયણ રાણે(Narayan Rane)ને જુહૂના બંગલાના બાંધકામના નિયમિતતાના લગતા યોગ્ય દસ્તાવેજો ફરી રજૂ કરવા માટે ૧૫ દિવસની અંતિમ મુદત આપવામાં આવી છે. પાલિકા(BMC Notice)ની આ નોટિસના ૧૫ દિવસ બાદ પણ યોગ્ય દસ્તાવેજો કરવામાં નારાયણ રાણે(Narayan Rane) નિષ્ફળ ગયા તો કાયદા મુજબ તેમના બંગલામાં રહેલા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવશે એવું પાલિકાના કે-વેસ્ટના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટે તેમને જણાવ્યું હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : અંદરખાને મુંબઈ મહાનગરપાલિકા ડરી ગઈ હોય તેવું લાગે છે. દુકાનોના પાટીયા સંદર્ભે આદેશ કાઢીને ડેડલાઈન આપી. પણ કોઈ જ પગલાં લીધા નથી..
મીડિયા અહેવાલ મુજબ નારાયણ રાણેના આર્કિટેક્ટ દ્વારા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) અંતર્ગત કરવામાં આવેલા બાંધકામ બાબતે કોઈ પણ માહિતી પાલિકા(BMC)ને રજૂ કરવામાં આવી નથી.
પાલિકાના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટ (બીપી)ના આસિસ્ટન્ટ એન્જિનિયરે બંગલાને લગતા ઢગલાબંધ દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં ફાયર બ્રિગેડનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, પ્રોપર્ટી ટેક્સ વિભાગનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ, ટાયટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ સહિત વધારાના બાંધકામને નિયમિત કરવા માટે યોગ્ય દસ્તાવેજો જોડવામાં આવ્યાં ન હોવાનું પાલિકાના અધિકારીનું કહેવું છે.