ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર.
ઝડપથી વધી રહેલા કોરોના અને ઓમિક્રોન સંક્રમણના વચ્ચે દેશભરમાં આજથી 15થી 18 વર્ષના યુવાનો માટે રસીકરણની શરૂઆત થઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 15થી 18 વર્ષના ઉંમરના લોકોને 650 કેન્દ્ર પર વેક્સીન આપવામાં આવી રહી છે. મુંબઈમાં 9 વેક્સિનેશન સેન્ટરોમાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 60 લાખથી વધારે બાળકોને વેક્સિન આપવામાં આવશે અને મુંબઈની વાત કરીએ તો ત્યાં 9 લાખ લાભાર્થી છે.
મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ કોરોના વેક્સિનેશન સેન્ટરના નામોની સૂચિબદ્ધ માર્ગદર્શિકા બહાર પાડી છે જે શહેરમાં 15-18 વય જૂથને રસીના ડોઝનું સંચાલન કરશે અને આ જૂથ માટે રસીકરણ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ વિગતોનો પણ ઉલ્લેખ કર્યો છે.
હેં! ખાડી દેશ સાઉદી અરબિયામાં પડયો બરફ, રણ પ્રદેશમાં પડતા બરફથી સૌ કોઈ હેરાન, જુઓ તસવીરો અને વિડીયો.
મુંબઈમાં બાળકો માટે વેક્સિનેશનના નામ અને ગાઇડલાઇન્સ –
આ એજ ગ્રુપના બાળકોને કોરોનાની વેક્સિન લેવા માટે કોવિન એપ્લીકેશનના માધ્યમથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. ત્યારે સીધા વેક્સિનેશન સેન્ટર પર જઈને પણ રજિસ્ટ્રેશન કરવાની સુવિધા આપવામાં આવી છે.
2007માં અથવા તે પહેલા જન્મેલા તમામ બાળકો વેક્સિન લેવા માટે પાત્ર છે.
આ એજ ગ્રુપના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિનની પસંદગી કરવામાં આવી છે.
રસીકરણ માટે શાળા આઈડી/આધાર કાર્ડ ફરજિયાત.
કોવેક્સિન સૌથી વધારે સુરક્ષિત વેક્સિન હોવાના કારણે રાજ્યના કોરોના ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા નિષ્ણાંતોએ બાળકોના માતા-પિતાને સલાહ આપી છે કે ડર રાખ્યા વગર પોતાના બાળકને વેક્સિન અપાવો. શરીરમાં વેક્સિન જે જગ્યા પર આપવામાં આવે છે, તે ભાગ થોડો લાલ થઈ જશે, દુ:ખાવો થશે અને થોડો તાવ પણ આવી શકે છે. આ સામાન્ય લક્ષણ છે. તેથી ગભરાવવાની જરૂર નથી. વેક્સિન લીધા બાદ અડધો કલાક સુધી વેક્સિનેશન સેન્ટર પર બેસો, ત્યારબાદ ઘરે પરત જાઓ.
મુંબઈમાં કોરોના વિસ્ફોટ પણ BMC કમિશનર કહે છે ગભરાવો નહીં. પણ શા માટે? જાણો કારણ અહીં