Site icon

શિવસેનાનો વટ મુંબઈગરાઓને પડ્યો મોંધો; કંગના રનૌત સામેની કાનૂની લડાઈમાં અધધધ આટલાં લાખ રૂપિયા પાલિકાએ ખર્ચી નાખ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 જૂન 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

બૉલિવુડ અભિનેત્રી કંગના રનૌતની ઑફિસમાં બાંધકામ તોડી પાડ્યા બાદ ચાલી રહેલી કાનૂની લડાઈ પાછળ મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 82 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. સોશિયલ મીડિયા પર  દરેક મુદ્દા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારી કંગનાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. એને પગલે મુંબઈ મહાનગરપાલિકા પર શાસન કરનારી શિવસેનાએ તેનો બદલો લેવા માટે તેની ખારમાં આવેલી ઑફિસનું બાંધકામ તોડી પાડ્યું હોવાનો કંગનાએ આરોપ પણ કર્યો હતો. પાલિકાએ આ બાંધકામ ગેરકાયદે હોવાનું કહીને નોટિસ આપીને એને તોડી પાડ્યું હતું. પાલિકાની આ કાર્યવાહીના વિરોધમા કંગનાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. એને લગતો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે કોર્ટમાં કેસ લડી રહેલા વકીલની ફી પાછળ મુંબઈ પાલિકાએ 82 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. મુંબઈ પાલિકાએ વકીલની ફી પાછળ 82 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હોવાનું જાહેર થયા બાદ કંગનાએ તેના પર પણ ટીકા કરવામાં પાછળ નહોતી રહી.

મુશળધાર વરસાદે મુંબઈમાં કરી ભારે ખુવારી, નવ કલાકમાં જૂન મહિનાનો 43 ટકા વરસાદ; આખા મુંબઈમાં આટલાં વૃક્ષો તૂટ્યાં, આટલી દીવાલો તૂટી અને ટ્રેનો આટલા કલાક બંધ રહી, જાણો વધુ વિગત

તેણે તરત સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી કે એક છોકરી પાછળ પરેશાન રહેલા પપ્પુના પાપા જનતાના પૈસા ખર્ચી રહ્યા છે. મહારાષ્ટ્ર આજે ક્યાં ઊભું છે? બહુ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય!

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version