ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
મુંબઈ શહેરા પૂરવઠાને કારણે હેરાન-પરેશાન છે ત્યારે બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકા સેંકડો કરોડના ખર્ચે મહાનગરપાલિકાની નવી શાળાઓ બાંધી રહી છે. આ બાંધકામ પાછળ 498 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જોવાની વાત એ છે કે વર્ષ 2018 માં આ કામ માટે નીકળ્યા હતા અને હાલ વર્ષ ૨૦૨૧ હોવા છતાં આમાંથી કોઈ કામ પત્યા નથી. તેમ છતાંય કોન્ટ્રાક્ટરોને નિયમિત રીતે પેમેન્ટ થઈ રહ્યું છે. જે કોન્ટ્રાક્ટરોને કામ ડીલે કર્યું છે તેમણે કાગળિયા પર એક નજીવો દંડ કરીને માફ કરી દેવામાં આવે છે.
આ ઉપરાંત અનેક કોન્ટ્રાક્ટરોની કામ ની મર્યાદા 2020 થી વધારીને 2023 અને 2022 સુધી કરવામાં આવી છે.
આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલી દ્વારા આ સંદર્ભે ની માહિતી એકઠી કરવામાં આવી હતી. ન્યુઝ કંટીન્યૂઝ ને તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકાના કામ સમયસર હોવા જોઈએ. જો આવું ન થાય તો તેની માટે પ્રશાસને કડક પગલા લેવા જોઈએ. સ્કૂલોની બાબતમાં આવું કશું દેખાતું નથી તે શરમજનક છે.