News Continuous Bureau | Mumbai
સ્વિમિંગનો(swimming) શોખ ધરાવતા લોકોને પ્રાઈવેટ સ્વિમિંગ પૂલની(private swimming pool) ફી પરવડતી નથી. તેથી સામાન્યવર્ગના લોકો માટે મુંબઈ મહાનગરપાલિકા(BMC) મુંબઈમાં સ્વિંમગ પુલ ઉપયોગી છે. હવે પાલિકાની માલિકીના મુંબઈમાં આવેલા આ સ્વિમિંગ પૂલમાં મેમ્બરશિપ(Swimming pool membership) મેળવવાનું એકદમ સરળ કરી દેવામાં આવી છે.
BMCના ચાર સ્વિમિંગ પૂલ માટે કુલ ૬,૦૦૦ લોકોને ઓનલાઈન પદ્ધતિએ મેમ્બરશિપ(Online Application) આપવામાં આવશે. BMCના ચાર સ્વિમિંગ પૂલમાં ૨૩ ઑગસ્ટ, ૨૦૨૨થી મેમ્બરશિપ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે.
સૌથી પહેલા દહીસર પરિસરમાં(Dahisar premises) શ્રી મુરબાળીદેવી સ્વિમિંગ પૂલની (Sri Murbalidevi Swimming Pool) મેમ્બરશીપ, ૨૩ ઑગસ્ટથી ઓનલાઈન કરવામાં આવી હતી. હવે બુધવાર ૨૪ ઑગસ્ટથી ચેંબુર (પૂર્વ)માં આવેલા જનરલ અરુણકુમાર વૈદ્ય સ્વિમિંગ પૂલ (ઑલિમ્પિક) અને કાંદિવલીમાં(Kandivali) આવેલા સરદાર વલ્લભાઈ પટેલ સ્વિમિંગ પૂલ (ઑલિમ્પિક) આ બંને સ્વિમિંગ પૂલની મેમ્બરશિપ ઓનલાઈન કરવામાં આવવાની છે. દાદરમાં આવેલા મહાત્મા ગાંધી સ્મારક ઑલિમ્પિક સ્વિમિંગ પૂલની ઓનલાઈન મેમ્બરશિપ ૨૫ ઑગસ્ટ, ૨૦૨૨થી ચાલુ કરવામાં આવવાની છે.
મંગળવારથી ચાલુ કરવામાં આવેલા પાલિકાના સ્વિમિંગ પૂલની ઓનલાઈન મેમ્બરશિપ પ્રક્રિયા માટે પાલિકાની વેબસાઈટના હોમ પેજ https://portal.mcgm.gov.in પર સ્વિમિંગ પૂલ વાર્ષિક સભ્યતા નોંધણીની લિંક આપવામાં આવી છે. આ લિંક પર ક્લીક કરવાથી ઉઘડેલા વેબ પેજ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી ભરતા સમયે અન્ય પ્રાથમિક માહિતી સહિત પોતાના આધાર કાર્ડ અને ફોન નંબર નાખવાનો રહેશે. આ અરજી ભરીને સબમિટ કર્યા બાદ ઓનલાઈન ફી ભરવી પડશે.
દાદર, કાંદિવલી, અને ચેંબુરના સ્વિમિંગ પૂલની વાર્ષિક ફી ૧૦,૧૦૦ રૂપિયા હશે. તો દહીસરના સ્વિમિંગ પૂલની વાર્ષિક ફી ૮,૦૦૦ રૂપિયા હશે. આ ફીમાં સ્કૂલના વિદ્યાર્થી, સિનિયર સિટિઝન, દિવ્યાંગ નાગરિકોને વાર્ષિક ફીમાં ૫૦ ટકાની છૂટ આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : તો હોટલોમાં હવે જમવાનું પાર્સલ સ્ટીલ ના ડબ્બા માં મળશે- BMCએ આપ્યો હોટલોને આ નિર્દેશ- જાણો વિગત
ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ અને ઓનલાઈન ફી ભર્યા(Online fee ) બાદ ૩૦ દિવસની અંદર સ્વિમિંગ પૂલની ઓફિસમાં મેડિકલ સર્ટિફિકેટ(Medical Certificate), આધાર કાર્ડ(aadhar card) અને ફી ભરેલી પાવતી રજૂ કરવાની રહેશે. દસ્તાવેજો તપાસ્યા બાદ અરજદારનું સભ્યપદ ઍક્ટિવ કરવામાં આવશે. ત્યાર બાદ ‘ફેસ રિકગ્નિશન(Face recognition)’ માટે મેમ્બરોનો ફોટો લેવામાં આવશે.
BMCના સ્વિમિંગ પૂલમાં અગાઉ મેમ્બરોને તરવા માટે દરરોજ ૪૫ મિનિટનો સમય આપવામાં આવતો હતો, તેમાં હવે ૪૫ મિનિટનો સમય વધારીને હવે તેને એક કલાકનો સમય કરવામાં આવ્યો છે.