હવે બધા આવશે મહાનગરપાલિકાના સપાટામાં : બોરીવલીમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતાં ઈમારતનું પાણીનું કનેક્શન કપાયું.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

17 માર્ચ 2021

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ વેરામાંથી મહેસૂલ એકત્રિત કરે છે અને તેનો વિકાસ માટેના કામો તથા મુંબઇ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ કરે છે. કેન્દ્ર દ્વારા જીએસટી લાદવાના કારણે મુંબઇ સહિત કેટલાક મહત્વના મહાનગરપાલિકાઓનો જકાત કર રદ કરાયો હતો. તેથી, મિલકત વેરો એ મુંબઇ મહાનગરપાલિકાની આવકનો મહત્વપૂર્ણ સ્રોત છે. 

 

જો કે, કેટલાક મુંબઇકારો દ્વારા સમયસર મિલકત વેરોની ચુકવણી ન કરવાને કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.  

તાજેતરમાં પાલિકાએ બોરીવલી, ઘાટકોપર, મુલુંડ અને વરલીમાં આ સંદર્ભે કાર્યવાહી કરીને નોટિસ ફટકારી છે. વરલીમાં સ્થિત 6 કમર્શિયલ ગાળા ધરાવતી નૅશનલ કૉટન પ્રોડક્ટ કંપની પાછલા  21 વર્ષથી પ્રૉપર્ટી ટૅક્સ ભરતી નહોતી. પાલિકા દ્વારા કડક કાર્યવાહીની ચીમકી અપાતાં જ કંપનીએ પ્રૉપર્ટી ટૅક્સનો 3.22 કરોડનો ચેક પાલિકાને આપ્યો હતો. 

 

તો બીજી તરફ ઉત્તર મુંબઈના બોરીવલી વિસ્તારમાં સ્થિત એક હાઉસિંગ સોસાયટીએ ૧૬.૨૪ લાખ રૂપિયાનો મિલ્કત વેરો ચૂકવ્યો નહોતો. ત્યાર બાદ પાલિકાએ સોસાયટીને પ્રૉપર્ટી ટૅક્સ નહીં ભરો તો પાણીનું કનેક્શન કાપી નાખીશું એવી ચેતવણી આપતાં જ સોસાયટીએ 14.67 લાખનો ટૅક્સ અને 1.56 લાખનો દંડ એમ કુલ મળી  16.24 લાખની રકમ ચૂકવી દીધી હતી. આમ પાલિકા દ્વારા આ સંદર્ભે કરાતી કડક કાર્યવાહીને પગલે પ્રૉપર્ટી ટૅક્સની રકમ પાલિકા પાસે જમા થઈ રહી છે 

 

મુલુંડના વર્ધન હૉલ પાસેથી 95.78 લાખ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ આવવાનો બાકી હોવાથી મહાનગરપાલિકાએ એનું પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે. દરમિયાન ઘાટકોપરમાં દીપ્તિ સૉલિટેર અને શ્રીપાલ કૉમ્પ્લેક્સની કમર્શિયલ પ્રૉપર્ટીનો અનુક્રમે 17.39 લાખ અને 49.22 લાખ રૂપિયાનો ટૅક્સ બાકી હોવાથી તેમનાં પણ પાણીનાં કનેક્શન કાપી નખાયાં છે.

 

એટલે જો તમારો પણ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો વહેલાસર ભરી દેજો. નહીં તો મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More