ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
મુંબઈ શહેરને થૂંકીને ગંદુ કરનાર લોકોને હવે ભારે પડશે. મુંબઈ મહાનગરપાલિકાએ થુંકવાવાળા પર 1200 રૂપિયા દંડ કરવાનું નક્કી કર્યું છે. આ સંદર્ભે પ્રસ્તાવ બની ગયો છે અને મહાનગરપાલિકાની સર્વ સાધારણ સભામાં તેને પ્રસ્તુત કરવામાં આવશે. વાત એમ છે કે પાલિકાના કાયદા પ્રમાણે થુંકનારાને 200 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. જો કે દંડની રકમ ઘણી નાની છે તેવું બોમ્બે હાઈકોર્ટે નિર્દેશ કર્યું હતું. ત્યારબાદ મુંબઈ મહાનગરપાલિકાએ આ રકમ વધારવાનું બોમ્બે હાઈકોર્ટમાં આશ્વાસન આપ્યું હતું. હવે આ સંદર્ભે મહાનગરપાલિકા એક્શનમાં આવી છે.
સવાર સવારમાં સારા સમાચાર : મુંબઈ શહેર માંથી કોરોના દસ દિવસમાં જતો રહેશે. ટાસ્ક ફોર્સનો દાવો.