News Continuous Bureau | Mumbai
મુંબઈમાં વધતા જતા વાહનોની સંખ્યા અને પાર્કિંગની(Vehicle parking) સમસ્યાનો ઉકેલ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા(BMC) મુંબઈનો પહેલો અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ(underground project) અમલમાં લાવવાની છે. મુંબઈના “એ“ વોર્ડમાં હુતાત્મા ચોક અને માટુંગા રેલ્વે સ્ટેશન( Matunga Railway station) પાસે મુબઈનો પહેલો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ(Underground parking) ચાલુ કરવાની છે.
“એ” વોર્ડમાં ફ્લોરા ફાઉન્ટ, હુતાત્મા ચોક પાસે અપ્સરા પેન શોપ(Apsara Pen Shop) પાસે ટ્રાફિક બેટ(traffic bat) પાસે 200 ગાડી માટે તો સેન્ટ્રલ રેલવે(Central Railway) માટુંગા રેલ્વે સ્ટેશન પાસે 400 ગાડીઓ માટે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સગવડ ઊભી કરવાની છે.
આ સમાચાર પણ વાંચો : કોરોનાના કેસ વધતા મુંબઈગરાઓએ બુસ્ટર ડોઝ લેવા મૂકી દોટ- માત્ર એક જ દિવસમાં આટલા હજાર લોકોએ લીધો બુસ્ટર ડોઝ
મુંબઈમાં અપૂરતી જગ્યા હોવાથી પાર્કિંગની સમસ્યા રહેલી છે. પાર્કિંગ માટે ખાનગી વાહન સહિત પે એન્ડ પાર્કિંગ અને પાલિકાના પોતાના 32 પાર્કિંગ પ્લોટ(Parking plot) અપૂરતા પડે છે. તેથી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ઉપયોગી સાબિત થશે એવો પાલિકાનો દાવો છે.