ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
દેશની આર્થિક રાજધાની મુંબઈ શહરેની 1 કરોડ 30 લાખની વસતી છે. નાગરિકોને સુખ સુવિધા પૂરી પાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની સંખ્યા વધારવામાં આવવાની છે. 1872માં મુંબઈ મહાનગરપાલિકાના 62 નગરસેવક હતા. તેમાં છેલ્લા 149 વર્ષમાં પાંચ વખત વધારો કરવામાં આવ્યો છે. બુધવારે રાજય સરકારે 227 નગરસેવકની સંખ્યા 9થી વધારી દીધી છે. તેથી હવે નગરસેવકોની સંખ્યા 236 થઈ ગઈ છે
મુંબઈ મહાનગરપાલિકાની સ્થાપના 1872માં થઈ ત્યારે નગરસેવકની સંખ્યા 64 હતી. 1963ના એક નગરસેવક વોર્ડ રચના અમલમાં આવી હતી. તેથી નગરસેવકની સંખ્યા 76 થી વધીને સંખ્યા 140 પર ગઈ હતી 1982માં 19 વર્ષે વોર્ડ અને નગરસેવક સંખ્યામાં મોટો વધારો થયો હતો. તે વખતે અસ્તિત્વમાં રહેલા વોર્ડ, નગરસેવકની સંખ્યા ફરી 30થી વધીને 170 પર ગઈ હતી. તો 1983માં નગરસેવકોની નિવૃતિનો સમયગાળો 1 વર્ષથી વધારવામાં આવ્યો હતો.
1982માં 9 વર્ષે એટલે કે 1991માં લગભગ પાલિકાના વોર્ડ અને નગરસેવકની સંખ્યા 51 થી વધારો કરવામાં આવ્યો હતો. તેથી નગરસેવકની સંખ્યાવધીને 221 પર પહોંચી ગઈ હતી. તો 2002ના વોર્ડ અને નગરસેવકોની સંખ્યા 6થી વધારવામાં આવી હતી. તેથી નગરસેવકોની સંખ્યા 227 થઈ હતી. હવે 2021 ફરી નગરસેવકોની સંખ્યા 9થી વધારીને 236 કરી નાખવામાં આવી છે.
પાલિકાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધી રહ્યા છે; તેની પાછળ આ છે કારણ; જાણો વિગત
મુંબઈના નગરસેવક અને વોર્ડની સંખ્યા 227થી વધીને 236 કરવામાં આવી છે. પાલિકામાં નોમિનેટેડ નગરસેવક પણ છે. તેથી હાલના નગરસેવક 227 પ્લસ પાંચ નોમિનેટેડ એમ કુલ 232 નગરસેવક છે. સરકારે 9 નગરસેવકની સંખ્યા વધારતા હવે 236 પ્લસ પાંચ નોમિનેટેડ એટલે હવે પાલિકામાં નગરસેવકોની સંખ્યા 241 થશે.