News Continuous Bureau | Mumbai
ચોમાસામાં(Monsoon) મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન(Local Train) પાટા પર પાણી ભરાવવાને કારણે બંધ થઈ જતી હોય છે. જોકે આ વર્ષે રેલવે પ્રશાસને(Railway department) યુદ્ધના ધોરણે રેલવે અંતર્ગત આવતા નાળા(Drainage clean) અને કલ્વર્ટરની સફાઈ કરી હોવાનો દાવો કર્યો છે. એ સાથે જ સેન્ટ્રલ(Central line) અને હાર્બર લાઈન(Harbour line) સહિત વેસ્ટર્ન રેલવેમાં(Western railway) 28 ઠેકાણે વરસાદી પાણીનો(Rain water) નિકાલ કરવા માટે પંપ બેસાડવામાં આવવાના હોવાનો દાવો કર્યો છે.
દર વર્ષે કરોડો રૂપિયા નાળાસફાઈ પાછળ ખર્ચ્યા બાદ પણ મુંબઈ જળબંબાકાર(Waterlogged) થતું હોય છે. થોડા વરસાદમાં જ રેલવે પણ ઠપ્પ થઈ જતી હોય છે અને લાખો લોકોને હેરાનગતીનો સામનો કરવો પડે છે. જોકે રેલવે પ્રશાસન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સેન્ટ્રલ અને હાર્બર લાઈન અને વેસ્ટર્ન માં આવતા નાળા અને કલ્વટર પાલિકા સાથે સંયુક્ત રીતે મળીને સાફ કરવામાં આવ્યા છે. ભારે વરસાદ(Heavy rain) અને પવને કારણે ઝાડ તૂટીને રેલવેના પેન્ટાગ્રાફ (Railway pentagraph) તેમ જ પાટા પર પડે નહીં તે માટે પાટા નજીક આવેલા વૃક્ષોની ટ્રિમિંગ(Tree triming) પણ કરી નાખવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : કાબીલે તારીફ!! દાદર સ્ટેશન પર ચાલતી ટ્રેન પકડતા પડી ગયેલા પ્રવાસીનો જીવ બચાવ્યો RPF કોન્સ્ટેબલે, જુઓ વિડિયો..
એ સાથે જ આ વખતે સેન્ટ્રલ અને હાર્બર લાઈન અને વેસ્ટર્નમાં કુલ 28 જગ્યાએ પંપ બેસાડવામાં આવવાના છે, જેમાં સેન્ટ્રલ અને હાર્બર લાઈનમાં 18 તો વેસ્ટર્નમાં 10 પંપ બેસાડવામાં આવવાના છે. વેસ્ટર્ન રેલવેમાં પ્રભાદેવીથી(Prabhadevi) દાદર(Dadar) વચ્ચે ત્રણ હજાર ઘન મીટર પ્રતિ કલાકે પાણીનો નિકાલ કરનારા બે પંપ બેસાડવામાં આવવાના છે. દાદરથી માટુંગા વચ્ચે છ, બાંદરા ટર્મિનસ સ્ટેશન (Bandra terminus station)પાસે 3 પંપ બેસાડવામાં આવવાના છે. સેન્ટ્રલ લાઈનમાં મસ્જિદ સ્ટેશન, ભાયખલા, ચિંચપોકલી, પરેલ, સાયન, ઘાટકોપર, વિદ્યાવિહાર, વિક્રોલી, ભાંડુપ, નાહુરમાં પંપ બેસાડવામાં આવવાના છે. તો હાર્બર લાઈનમાં શિવડી, વડાલા, ટિળક નગર સ્ટેશન પર પંપ બેસાડવામાં આવવાના છે.