Site icon

આખરે પવઈના તળાવ ને સફાઈનું મુહુરત. આ કામ થશે અને મુંબઈ ને મળશે એક નવું પર્યટન સ્થળ…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 24 એપ્રિલ 2021.
શનિવાર.
         મુંબઈ શહેરના પવઈ વિસ્તારને સુશોભીકરણ કરવાનું કાર્ય પાલિકા દ્વારા હાથ ધરાયુ છે.
           મુંબઈ સ્થિત પવઈ લેક એ  પર્યટકોમાં ફરવામાટેની મનપસંદ જગ્યા છે. હવે આ પવઈ લેક પર ખાસ સાયકલ ટ્રેક ,આકર્ષક ફૂટપાથ અને સમગ્ર વિસ્તારનું  સૌંદર્યકરણ કરવાનું કાર્ય હાથ ધરાયુ છે. મુંબઈ મહાનગર પાલિકાની આ મહત્વની યોજના પર્યટનમંત્રી આદિત્ય ઠાકરે સમક્ષ એક બેઠકમાં રજુ કરવામાં આવી હતી અને તેમને એની મંજૂરી પણ આપી હતી. હાલ પવઈ લેકમાં આવતા ગંદા પાણીને રોકવાના કાર્ય સાથે, તળાવના પાણીની ગુણવત્તા સુધારવા માટે  વેવ એર વિઝિન સિસ્ટમ સાથે પાણીમાંની વનસ્પતિ કાઢવાનું કાર્ય ચાલુ છે.


     પાલિકા દ્વારા હાથ ધરાયેલી આ યોજનાને સમયસર પુરૂ કરવાનું સૂચન આદિત્ય ઠાકરે એ સૂચન કર્યું હતું. સાથેજ હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોકસાઈ પૂર્વક કામ કરવાનો નિર્દેશ પણ કર્યો હતો.
            ઉલ્લેખનીય છે કે, આ યોજનાને સાકાર કરવા પવઈ વિસ્તારમાં આવેલી આઈઆઈટી મુંબઈએ પાલિકાને ફંડ આપવાની સાથે તાંત્રિક માર્ગદર્શન માટે સહાય કરવાની તૈયારી દાખવી છે.

Join Our WhatsApp Community

ફરી એક વખત ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડ્યું. જાણો કેટલાના મૃત્યુ થયા અને શું નુકસાન થયું.

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version