ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
સ્વચ્છ મુંબઈ માટે મુંબઈ મહાનગરપાલિકાએ હવે મુંબઈની ચાલીઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કમ્પોસ્ટ ખાતરનો પ્રોજેક્ટ ઊભો કરવાની છે. બહુ જલદી ખાનગી સંસ્થાઓની મદદથી આ પ્રોજેક્ટને અમલમાં લાવવાની છે.
મુંબઈ મનપાએ બે ઓક્ટોબર, 2017ની સાલથી મુંબઈની હાઉસિંગ સોસાયટીઓમાં કચરાનો નિકાલ કરવાનો ફરજિયાત કર્યું છે, જેમાં 20,000 ચોરસ મીટર કરતા મોટી હાઉસિંગ સોસાયટી અને 100 કિલો કરતા વધુ કચરાનું ઉત્પાદન કરનારી બિલ્ડિંગ અને એસ્ટાબ્લિશમેન્ટ માટે ભીના કચરાનું નિકાલ લાવવા માટેની વ્યવસ્થા (કમ્પોસ્ટ ખાતર બનાવવાનો) ઊભી કરવાની ફરજિયાત છે.
કચરાનો નિકાલ માટે વ્યવસ્થા કરનારી હાઉસિંગ સોસાયટી, ભીના કચરામાંથી ખાતર બનાવનારી, સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ કરનારી, રેન વોટર હાર્વેસ્ટિંગને અમલમાં મૂકનારી સોસાયટીઓને એસ્ટાબ્લિશમેન્ટ ટેક્સમાં રાહત આપવામાં આવે છે, તેને કારણે પ્રતિદિન મુંબઈમાંથી નીકળનારા કચરાનું પ્રમાણ ઘટીને સાતથી સાડા સાત હજાર પરથી સાડા પાંચ હજાર પર આવી ગયું છે.
સાવધાન, પરિજનોને રેલવે સ્ટેશન પર છોડવા કે લેવા જતી વખતે પ્લેટફોર્મ ટિકિટ નહીં કઢાવો તો ભરવો પડશે આટલો ગણો દંડ
તો હવે હાઉસિંગ સોસાયટી બાદ પાલિકાએ હવે મુંબઈની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીમાંથી પણ કચરાનું પ્રમાણ ઘટાડવા માટે કમ્પોસ્ટ ખાતરનો પ્રોજેક્ટ લાવી રહી છે. બહુ જલદી પાલિકા તેને લગતી પોલિસી જાહેર કરશે અને તેને અમલમાં મુકવામાં આવશે.

Leave a Reply