Site icon

વેસ્ટર્ન સબર્બના રહેવાસીઓને મળતા દૂષિત પાણીની સમસ્યા દૂર કરવા BMCએ લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,29 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

 શનિવાર.

મુંબઈના પશ્ચિમ પરામાં કાયમથી ઓછું અને દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદ રહી છે. આ સમસ્યા કાયમી સ્વરૂપે દૂર કરવા મુંબઈ મહાનગરપાલિકા નવી પાણીની પાઈપલાઈન બેસાડવાની છે. 

પાલિકા લગભગ ચાર કરોડ ૬૭ લાખ રૂપિયાના ખર્ચ  કરવાની છે. જેમાં પાણીની જૂની પાઈપલાઈન બદલી નાખવામાં આવશે, તેની સામે વધુ વ્યાસવાળી પાઈપલાઈન નાખવામાં આવશે.

પાણી પુરવઠા ખાતાના કહેવા મુજબ પશ્ચિમ પરાના બાંદ્રા, ખાર, અંધેરી, જોગેશ્ર્વરી, ગોરેગામ, મલાડ, કાંદીવલીના ૩૬ સ્થળોએ પાણીની પાઈપલાઈન બદલી નખાશે.

મુંબઈમાં કોરોના ધીમે ધીમે થઈ રહ્યો છે સ્થિર, આજે નવા દર્દીની સાથે સાથે મૃત્યુઆંકમાં પણ થયો નજીવો ઘટાડો; જાણો આજના તાજા આંકડા 

જૂની પાઈપલાઈન કટાઈ ગઈ હોવાથી અનેક જગ્યાએ લીકેજ રહેતું હતું. તેથી પાણીમાં બહારનું ગંદુ પાણી મિક્સ થઈ જતું હતું અને લોકોના ઘર સુધી દૂષિત પાણી પહોંચતું હતું. તો પાઈપલાઈન ના ગળતરન કારણે લોકોને ઓછું પાણી મળતું હતું. જોકે પાઈપલાઈન બદલવાથી આ સમસ્યાનો ઉકેલ આવી જશે એવો દાવો પાલિકાએ કર્યો છે.
 

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version