ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
પૂર્વ અને પશ્ચિમ પરાની ટ્રાફિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ગોરેગામ-મુલુંડ લિંક રોડનો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે. આ લિંક રોડ પર મુંબઈ મહાનગર પાલિકા છ લેનના ત્રણ ફલાયઓવર બાંધવાની છે.તેની પાછળ 820 કરોડ રૂપિયા ખર્ચાશે.
ગોરેગામ-મુલુંડ લિંક રોડને કારણે ગોરેગામમાં વેસ્ટર્ન હાઈવે અને મુલુંડમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે જોડાઈ જશે. આ લિકં રોડોને કારણે પૂર્વ અને પશ્ચિમ પરાને જોડનારો આ ચોથો રસ્તો બની જશે. આ કામ માટે પાલિકા 819 કરોડ 74 લાખ 87 હજારનો ખર્ચ કરવાની છે.
આ લિંક રોડ 12.2 કિલોમીટરનો છે, જેમાં સંજય ગાંધી નેશનલ પાર્કના જંગલના નીચેથી અન્ડરગ્રાઉન્ડ ટનલની લંબાઈ 4.7 કિલોમીટરની હશે. તો ગોરેગામમાં ફિલ્મ સિટીમાં પણ અન્ડરગ્રાઉન્ડ ટનલ હશે, જેની લંબાઈ 1.6 કિલોમીટરની હશે.
પહેલા તબક્કામાં નાહુર રેલવે સ્ટેશન પાસે ફલાયઓવરનું બાંધકામ કરવામાં આવશે. બીજા તબક્કામાં સ્ટેશન પાસે રહેલા પુલને પહોળો કરવાનુ કાન ચાલી રહ્યું છે. ત્રીજા તબક્કામાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર રહેલા ચોકને પહોળા કરાશે તેથી છ લેનના ફલાયઓવરના કામ ચાલુ કરી શકાય. ચોથા તબક્કામાં ફલાયઓવર અને હાઈવને ક્રોક કરનારા અન્ડરગ્રાઉન્ડ રસ્તો બનાવામાં આવશે. તેમ જ મુલુંડમાં ફલાયઓવરનું કામ ચાલુ કરાશે.