Site icon

આર્થિક દેવામાં ડૂબેલી બેસ્ટને ફરી બેઠી કરવા BMC કરશે આટલા કરોડ રૂપિયાની મદદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

 મંગળવાર.

મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટ ઉપક્રમને માથા પર કરોડો રૂપિયાનું દેવું છે. મુંબઈગરાની લાઈફલાઈન હોવા છતાં બેસ્ટની બસો વર્ષોથી ખોટમાં જ દોડી રહી છે. વખતોવખત પાલિકાએ તેને આર્થિક મદદ કરી છે. હવે ફરી એક વખત બેસ્ટ ઉપક્રમના ટ્રાન્સપોર્ટ અને ઈલેક્ટ્રિસિટી વિભાગની ખોટની ભરપાઈ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા તેને આર્થિક મદદ કરવાની છે.

પ્રાપ્ત જાણકરી મુજબ બેસ્ટને ફરી બેઠી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા હવે તેને 6,650 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાની છે. પ્રવાસી વધારવા અને આવક વધારવા માટે બેસ્ટ ઉપક્રમ પ્રવાસીઓને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે, છતા બેસ્ટની ખોટ ઓછી થવાનું નામ નથી. છેવટે પાલિકાએ હવે ટ્રાન્સપોર્ટ અને  ઈલેક્ટ્રિસિટીની ખોટને ભરપાઈ કરવાનો નિર્ણય લીધો છે.

શું કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી છે? મુંબઈ માટે આગામી આટલા દિવસ મહત્વના; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મુંબઈ મહાનગરપાલિકા અત્યાર સુધી તેને 3,000 કરોડ થી વધુ રૂપિયાની આર્થિક મદદ કરી ચૂકી છે. 

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version