ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
મુંબઈ મહાનગરપાલિકાની સત્તાધારી પાર્ટી શિવસેના ખાસ કરીને મરાઠી વિસ્તારમાં પોતાની વોટ બેન્ક જાળવી રાખવા ફટાફટ વિકાસના કાર્યોને અલમમાં મૂકી દેવા માગે છે. પાલિકાની ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડે તે પહેલા મોટા પાયા પર રસ્તા અને ફૂટપાથના કામના પ્રસ્તાવ મંજૂર કરાવી લેવા માગે છે. જેમાં ખાસ કરીને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેનો વિસ્તાર રહેલા વરલી સહિત પરેલમાં ફૂટપાથના સમારકામ પાછળ ૨૦ કરોડ ૪૯ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે. તો કાંદીવલીમાં પણ ફૂટપાથ માટે ૩ કરો૬ ૪૬ લાખ રૂપિયા ખર્ચશે. .
મુંબઈમાં તબક્કાવાર રસ્તાઓ અને ફૂટપાછના કામ કરવામાં આવવાના છે. તે માટે પાલિકા ૨૨૦૦ કરોડ ખર્ચવાની છે. સોમવારે સ્થાયી સમિતિમાં મંજૂરી માટે તેને લગતા પ્રસ્તાવ મંજૂરી માટે આવવાના છે. શિવસેનાનો ગઢ ગણાતા વિસ્તારોમાં રસ્તા અને ફૂટપાથ બનાવવના અનેક પ્રસ્તાવ આવવાના છે.
વાહ! હવે મોનો રેલ પણ ચમકશે. BMC પીલર પર બેસાડશે LED લાઈટિંગ; જાણો વિગત
ખાસ કરીને વરલી, પરેલ, લાલબાગમાં ફૂટપાથના સમારકામ પાછળ લગભગ ૨૦ કરોડ ૪૯ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આ વિસ્તાર સંપૂર્ણપણે મરાઠીઓનું વર્ચસ્વ ધરાવે છે. આ એરિયામાં ૧૪ રસ્તાની ફૂટપાથના સમારકામ કરાશે. એ સિવાય કાંદિવલીમાં જુદી જુદી ફૂટપાથનું સ્ટેન્સિલ કૉંક્રીટમાં રૂપાંતર કરવામાં આવવાનું છે. તે માટે પાલિકા ૩ કરોડ ૩૪ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે.