Site icon

લો બોલો- રસ્તા પાછળ કરોડો ખર્ચયા બાદ હવે મુંબઈના રસ્તાઓના ખાડા પૂરવા BMC અજમાવશે આ ટેક્નોલોજી

News Continuous Bureau|Mumbai. 

સો ચુહે ખા કે બિલ્લી હજ કો ચલી જેવો ઘાટ મુંબઈ(Mumbai) મહાનગરપાલિકા(BMC)નો છે. અત્યાર સુધી રસ્તા પરના ખાડા પૂરવા માટે કરોડો રૂપિયા ખર્ચો કરી નાખનારી પાલિકાએ હવે ખાડામુક્ત રસ્તા બનાવવા માટે બે નવી ટેક્નોલોજી(New Technology)નો ઉપયોગ કરવાની છે. પાલિકા પ્રશાસને દાવો કર્યો છે આ ટેક્નોલોજીથી ખાડા પૂરવા અસરકારક સાબિત થઈ છે.

Join Our WhatsApp Community

પાલિકાએ હવે મુંબઈના રસ્તા(Road) પર પડેલા ખાડા(Pathole)ઓ પૂરવા માટે જીઓ પોલિમર અને રેપિડ હાર્ડનિંગ કોંક્રીટ આ બે  નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની છે.

થોડા દિવસ પહેલા ઈસ્ટર્ન ફ્રી-વે રોડ પર જુદી જુદી ટેકનોલોજીની ટ્રાયલ લીધી હતી, જેમાં રૅપિડ હાર્ડનિંગ કૉંક્રીટ, એમ ૬૦ કૉંક્રીટ ભરીને તેના પર સ્ટીલ પ્લેટ નાખવાની, જીઓ પૉલિમર કૉંક્રીટ અને પેવર બ્લોક બેસાડવાની ટ્રાયલ લીધી હતી. તેમાંથી BMCએ હવે જીઓ પોલિમર અને રેપિડ હાર્ડનિંગ કોંક્રીટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તા પરના ખાડા પુરવાની છે.

દક્ષિણ મુંબઈ, પૂર્વ ઉપનગર અને પશ્ચિમ ઉપનગર માટે  પાંચ કરોડ રૂપિયાના કુલ પાંચ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ૧૫ મહિના માટે કૉન્ટ્રેક્ટરને નીમવામાં આવશે.

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version