News Continuous Bureau | Mumbai
મુંબઈના જુહુમાં(Juhu) આવેલા આધીશ બંગલામાં(Adhish Bungalow) કરેલા ગેરકાયદે બાંધકામને(Illegal construction) મુંબઈ મહાગનરપાલિકાએ(BMC) તોડી પાડવાનો આદેશ આપ્યો હતો, તેની સામે ભાજપના નેતા(BJP leader) નારાયણ રાણેએ(Narayan Rane) મુંબઈ હાઈ કોર્ટમાં(Mumbai High Court) અરજી કરી હતી. રાજકીય વેરને(Political revenge) ધ્યાનમાં રાખીને બદલો લેવા માટે પાલિકાએ પોતાના બંગલા સામે કાર્યવાહી કરી હોવાની નારાયણ રાણેની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નારાણય રાણેની અરજીને ફગાવી દીધી હતી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ આર.ડી. ધનુકાએ રાણેના બંગલામાં રહેલા વધારાના બાંધકામ અને બંગલામાં કરેલા ફેરફારને નિયમિતન નહીં કરવાના પાલિકાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સીએસટી સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન નહીં છૂટી શકે- આ છે કારણ- હવે એક આખો બ્રિજ તોડવો પડશે
નારાયણ રાણેના અધિશ બંગલામાં રહેલા બંગલામાં ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે પાલિકાએ 25 ફેબ્રુઆરી, 4 માર્ચ અ 16 માર્ચના નોટિસ મોકલી હતી. જોકે પાલિકાએ મોકલેલી નોટિસ ગેરકાયદેસર અને રાજકીય બદલો લેવા માટે હોવાની અરજી નારાયણ રાણે એ કરી હતી. આ દરમિયાન કોર્ટે 24 જૂન સુધી કોઈ કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો હતો. તેમ જ બાંધકામને નિયમિત કરવા માટે પાલિકા પાસે અરજી કરવાની સૂચના પણ આપી હતી. આ મુદત પૂરી થવાની હોવાથી રાણે ફરી કોર્ટમાં અરજી કરી હતી. તેના પર ગુરુવારે સુનાવણી થઈ હતી.
