News Continuous Bureau | Mumbai
Mumbai: બોમ્બે હાઈકોર્ટે હાઈકોર્ટના ( Bombay High Court ) ન્યાયાધીશ પર આક્ષેપો દર્શાવતા બનાવટી સમાચાર અહેવાલ સબમિટ કરવા બદલ ત્રણ વકીલો ( Lawyers ) સામે સુઓ મોટુ (પોતાની રીતે) અવમાનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને નોંધ્યું છે કે આવા કૃત્ય કોર્ટની ગરિમાને ઘટાડે છે.
ન્યાયમૂર્તિ ( Judge ) અનુજા પ્રભુદેસાઈ અને નીતિન બોરકરની ડિવિઝન બેન્ચે 29 જાન્યુઆરીના રોજ જણાવ્યું હતું કે આવા “ઇરાદાપૂર્વકનું, પ્રેરિત અને તિરસ્કારપૂર્ણ કૃત્ય” ન્યાયના વહીવટ તંત્રની ગરિમાને નુકસાન પહોંચાડે છે અથવા ન્યાયના વહીવટ તંત્રને ( Administration of Justice ) બદનામ કરે છે. તેમ જ કોર્ટની ગરિમાને ઘટાડે છે.
ખંડપીઠે હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગને આ ત્રણેય વકીલોને કારણ દર્શાવો નોટિસ ( Show cause notice ) પાઠવવા આદેશ આપ્યો હતો કે અને તેમની સામે કોર્ટના અવમાનના કાયદા હેઠળ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. તેનો જવાબ આપવા પણ ત્રણેય વકીલોને કહેવામાં આવ્યુ છે.
શું છે આ મામલો…
ઉલ્લેખનીય છે કે, ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા અમર મુલચંદાની દ્વારા તેમના વકીલ અને તેના મિત્ર વકીલના સહયોગથી એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી સાથે એક કથિત સમાચાર ક્લિપિંગ જોડવામાં આવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ અરજીની સુનાવણી કરી રહેલા હાઈકોર્ટના જજ સાથે મુલચંદાનીના સારા સંબંધો છે, તેથી આ કેસ રદ કરવામાં આવશે. આથી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે અરજીને હાઈકોર્ટની અન્ય બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: અહેમદનગરમાં વકીલ દંપતીની હત્યા પર મુંબઈનું સિટી સિવિલ એન્ડ સેશન્સ બાર એસોસિએશન આજે કોર્ટના કામકાજથી રહેશે દુર.. આ સ્થળથી ચાલુ કર્યું વિરોધ પ્રદર્શન..
જે બાદ હાઈકોર્ટના નિર્દેશના આધારે પોલીસે આ ન્યૂઝ ક્લિપિંગની સત્યતા અંગે તપાસ શરૂ કરી હતી. ત્યાર પછી આ સમાચાર ખોટા અને બનાવટી હોવાનું સાબિત થતા પોલીસ દ્વારા કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આમાં ત્રણેય વકીલોએ દાવો કર્યો હતો કે તેઓ આ વિશે કશું જાણતા ન હતા અને કોર્ટમાં માફી પણ માંગી હતી.
જો કે, બેન્ચે તેમની માફીનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે વકીલોએ એવું કંઈ જ ન કરવુ જોઈએ. જેનાથી ન્યાયાધીશ અથવા તેની સંસ્થાની બદનામી થાય. જે બાદ ખંડપીઠે હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગને આ ત્રણેય વકીલોને નોટિસ પાઠવવાનો આદેશ આપ્યો હતો અને તેમની સામે કેમ કાર્યવાહી ન થવી જોઈએ તે અંગે જવાબ પણ માંગ્યો છે.