ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
મુંબઈના જુદા જુદા રેલવે સ્ટેશનો પર બૂટ પોલીશ કરનારાઓ રેલવે પ્રશાસન વિરુદ્ધ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. રેલવેના નવા નિયમ મુજબ બૂટ પોલિસ કરનારાને રેલવે સ્ટેશનના પરિસરમાં બુટ પોલિશ કરવા હશે તો તેમણે રીતસરનું ટેન્ડર ભરવું પડશે.
કોરોના મહામારી દરમિયાન ધંધો ગુમાવી બેસેલા બુટ પોલિશ કરનારાઓની ગાડી હજી માંડ પાટે ચઢી છે, ત્યાં રેલવે પ્રશાસનના મનમાની ભર્યા નવા નિયમ સામે રેલવે સ્ટેશન પર બૂટ પોલિશનો વ્યવસાય કરનારાઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
Boot polish union agitation at CSMTમાંડ માંડ બૂટ પોલિશથી થોડી ઘણી આવક રળનારા ટેન્ડર માટે પૈકા કયાંથી લાવશે એવો સવાલ થઈ રહ્યો છે. તમામ રેલવે સ્ટેશનો પર લગભગ 1200 બૂટ પોલિશ કરનારા છે. રેલવેના આ નિયમ સામે આજે સવારના બૂટપોલિશ કરનારાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.