ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે 2021
શુક્રવાર
બોરીવલીમાં ફ્લાયઓવર બાંધવા પાછળ મુંબઈ મહાનગરપાલિકા 651 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. બોરીવલી (પશ્ચિમ)ના આર. એમ. ભટ્ટ રોડ અને એસ. વી. રોડ જંક્શન પર કલ્પના ચાવલા ચોક પાસે બાંધવામાં આવનારા આ ફ્લાયઓવરને હવે બોરીવલી(પૂર્વ) સુધી લઈ જવામાં આવવાનો છે. એથી આ પુલનો ખર્ચ વધી ગયો છે. એથી અગાઉ 161 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ બંધાવાનો હતો, પરંતુ હવે પુલ લંબાઈ જવાની સાથે જ જુદા-જુદા ટૅક્સને પગલે કુલ 651 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
કાંદિવલીમાં શરૂ થયો પ્રોજેક્ટ પીપલ; બિલ્ડિંગમાં નીકળી આવેલા પીપળાના વૃક્ષ આપો અને પર્યાવરણ બચાવો!
અહીં ફ્લાયઓવર બાંધવાનો પ્રસ્તાવ 25 સપ્ટેમ્બર, 2018ના પાલિકાની સ્થાયી સમિતિમાં મંજૂર થયો હતો, ત્યારે એની કિંમત 161 કરોડ રૂપિયા હતી. ફ્લાયઓવરનું બાંધકામ 2018માં જ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જોકે હવે ફ્લાયઓવરને બોરીવલી પૂર્વ સુધી લંબાવવામાં આવવાનો છે, એથી વેસ્ટર્ન એક્સપ્રેસ પર થતા હાઈવેના ટ્રાફિકને દૂર કરવામાં મદદ થઈ શકે. જોકે ફ્લાયઓવરનું કામ ચાલુ થયા બાદ એમાં અનેક પ્રકારના સુધારા થવાની સાથે જ બાંધકામના ખર્ચમાં વધારો થયો છે.
