News Continuous Bureau | Mumbai
મુંબઈમાં વાહનોની ચોરીનું(Vehicle theft) પ્રમાણ વધી ગયું હોવાથી મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissionr) સંજય પાંડે(Sanjay Pandey) એ તમામ પોલીસ સ્ટેશનોને વાહન ચોરનારી ટોળકી પર લક્ષ્ય કેન્દ્રીત કરવા કહ્યું હતું. ખાસ કરીને બોરીવલી(Borivali), દહિસર(Dahisar) જેવા વિસ્તારમાં ટુ વ્હીલર ચોરાવાનું પ્રમાણ વધી ગયું છે. તેથી પોલીસ કમિશરના આદેશ મુજબ હાથ ધરેલી કાર્યવાહી હેઠળ બોરીવલીની એમ.એચ.બી. કોલોની(M.H.B. Colony) પોલીસે (MHB Colony Police) વાહનોની ચોરી કરનારા બે બાઈકસવાર ચોરટાને પકડી પાડયા હતા. તેમની પાસેથી ચોરી કરેલી ત્રણ ટુ વ્હીલર પણ જપ્ત કરી હતી.
કાંદીવલી (પુર્વ), નોર્થ રિજનલ ડિપાર્ટમેન્ટના(North Regional Department) એડિશનલ પોલીસ કમિશનર વિરેન્દ્ર મિશ્રા(Virendra Mishra) તેમ જ ઝોન 11ના ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ઠાકુર(Vishal Thakur) અને બોરીવલી વિભાગના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રેખા ભવરેના માર્ગદર્શન હેઠળ એમ.એચ.બી. કોલોની પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર(Police Inspector) સુધીર કુડાળકરના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચને(Crime Branch) તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વાહ વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશન પર 60 વર્ષ સુધી ટકી રહેનારો પહેલો સ્ટેનલેસ સ્ટીલનો ફૂટ ઓવરબ્રિજ- જુઓ ફોટોસ
તે મુજબ 18 મે, 2022ના ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી સંદીપ સાળવે, પોલીસ હવાલદાર શિંદે, પોલીસ નાઈક ખોત, પોલીસ હવાલદાર મોરે, આહિરે અને સવળીને ગુપ્ત માહિતી મળી હતી કે એમ.એચ.બી. કોલોની પોલીસ સ્ટેશનની હદમાં ચોરાયેલી રોયલ એનફિલ્ડ(Royal Enfield) કંપનીની બુલેટ લઈને બે યુવકો મલાડના માલવણીમાં ફરી રહ્યા છે. તેથી ક્રાઈમ બ્રાન્ચની આ ટીમ માલવણી પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ જણાતા દહીસર (પશ્ચિમ)માં જયવંત સાવંત રોડ પર ઈંદિરા નગરમાં રહેતા 28 વર્ષના વિકી વિનોદ ગજવે અને દહીસર માં જયવંત સાવંત રોડ પર શિતલા દેવી મંદિર પાછળ આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતા 21 વર્ષના સુફિયાન ઈસ્માઈલ શેખને જે ઝોમેટોમાં કામ કરે છે, તેને તાબામાં લીધા હતા. બંનેને પોલીસ સ્ટેશનમા લઈ જવામાં આવ્યા હતા, જયાં તેઓએ ચોરીની કબૂલાત કરી હતી અને તેમની પાસેથી ચોરી કરેલી ટુ વ્હીલર પણ મળી આવી હતી.
બંને આરોપીની વધુ તપાસ કરતા તેઓએ બોરીવલી એમ.એચ.બી. કોલોની પોલીસ સ્ટેશનની હદમાંથી કુલ 3 વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી, જેમાં એક આરોપી પાસેથી રોયલ એનફિલ્ડ બુલેટ, એક હીરો હોન્ડા સ્પેન્ડર, એક હોન્ડા એકટીવા જેવી ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી. વધુ તપાસમાં પોલીસને એમ.એચ.બી. કોલોની પોલીસ સ્ટેશનની હદમાં 3 ગુના ઉકેલવામાં સફળતા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો – મુંબઈમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, આજે પણ નવા કેસનો આંકડો 700ને પાર- એક્ટિવ કેસ પણ વધ્યા
પોલીસની આ કાર્યવાહીમાં નોર્થ રિજનલ ડીવીઝનના એડિશનલ પોલીસ કમિશનર વિરેન્દ્ર મિશ્રા, ઝોન 11ના ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ઠાકુર, બોરીવલી વિભાગના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રેખા ભવરે, એમ.એચ.બી. કોલોની પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સપેકટર સુધીર કુડાળકર, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર સચિન શિંદેના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંદીપ સાળવેની ટીમ, શિંદે, ખોત, મોરે, આહિરે, સવળીએ આ કામગીરી પાર પાડી હતી.