News Continuous Bureau | Mumbai
સળંગ ત્રણ દિવસની રજાને(Three consecutive days off) કારણે મુંબઈગરાને મજા પડી ગઈ હતી. મુંબઈની આજુબાજુના પર્યટન સ્થળો(Tourist destinations) તો ફૂલ થઈ ગયા છે. પરંતુ એ સાથે જ મુંબઈમાં આવેલા જુદા જુદા પર્યટન સ્થળો પર પણ પર્યટકોની(tourists) મોટી ભીડ ઉમટી રહી છે. બોરીવલીમાં(Borivali) આવેલા સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં(Sanjay Gandhi National Park) પણ પર્યટકોના ટોળાને ટોળા જોવા મળી રહ્યા છે. ત્રણ દિવસની રજામાં અત્યાર સુધી નેશનલ પાર્કને(National park) સાડા અગિયાર લાખ રૂપિયાની કમાણી(Earning) થઈ છે.
શનિવાર, રવિવાર અને સોમવાર એમ સળંગ ત્રણ દિવસ રજા હોવાને કારણે મુંબઈ અને આજુબાજુમાં રહેનારા લગભગ 13,000 પર્યટકોએ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી. સોમવાર સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી પર્યટકોને વિનામૂલ્યે(free of charge) પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેથી અઢી દિવસમાં ઉદ્યાનમાં લગભગ લગભગ 11,50,605 રૂપિયાની આવક થઈ હતી.