Site icon

સેન્ટ્રલ રેલવેમાં એક બે કલાકનો નહીં પણ 25 કલાકનો મેગા બ્લોક-આ છે કારણ 

 News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ રેલવે (Central Railway) (CR)માં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને મસ્જિદ બંદર સ્ટેશન(Masjid Bandar Station) વચ્ચેના કર્ણાક પુલને(carnac bridge) તોડી પાડવામાં આવવાનો છે. લગભગ 154 વર્ષ જૂનો આ પુલ જોખમી હોવાથી તેને  તોડી પાડવાનો(demolish) નિર્ણય વહીવટી તંત્ર(Administration system) દ્વારા લેવામાં આવ્યો છે. આ બ્રિજને તોડવા માટે સેન્ટ્રલ રેલવે લાઇન(Central Railway Line) પર 25 કલાકનો મેગાબ્લોક(Megablock) લેવામાં આવવાનો છે.  

Join Our WhatsApp Community

દોઢસો વર્ષથી વધુ જૂના આ બ્રિજને તોડવો એ પ્રશાસન માટે એક મોટો પડકાર હોવાનું કહેવાય છે અને આ બ્રિજને તોડી પાડવાની તારીખ ટૂંક સમયમાં પ્રશાસન જાહેર કરવાનું છે.
CR લાઇન પર મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)અને મસ્જિદ બંદર સ્ટેશન વચ્ચેના કર્ણાક પુલને તોડી પાડવાનો  સેન્ટ્રલ રેલવે એડમિનિસ્ટ્રેશને(Central Railway Administration) નિર્ણય લીધો છે. આ પુલને 90 દિવસમાં તોડી પાડવાનો પડકાર સેન્ટ્રલ રેલવે એડમિનિસ્ટ્રેશન અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(Mumbai Municipal Corporation) સમક્ષ છે.

આ સમાચાર પણ વાંચો: વાહ ક્યાં બાત હેં- અંધેરીથી ગોરેગામ પહોંચી શકાશે મિનિટોમાં- BMC બનાવી રહી છે આ યોજના

મિડિયાના અહેવાલ મુજબ આ બ્રિજને તોડવા માટે લગભગ 25 કલાકનો મેગાબ્લોક રહેશે. તેથી, એવું કહેવાય છે કે મધ્ય રેલવેની કેટલીક લાંબા અંતરની ટ્રેનો અને લોકલ ટ્રેનોના(Local train) સમયપત્રક માં ફેરફાર કરવામાં આવશે. આ પુલને તોડી પાડવાની તારીખ ટૂંક સમયમાં મધ્ય રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવશે.
 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version