Site icon

મુંબઈના આ જાણીતા બિલ્ડરે કરી આત્મહત્યા- બિલ્ડિંગના 23મા માળેથી લગાવી છલાંગ- કારણ અંકબંધ  

News Continuous Bureau | Mumbai

મુંબઈ(mumbai) માં એક પ્રખ્યાત બિલ્ડરની આત્મહત્યા(Suicide) ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શન બિઝનેસમેન પારસ પોરવાલે (Buisnessman Paras Porwal) જીવનનો અંત આણ્યો છે. પારસ પોરવાલે રહેણાંક મકાનના 23મા માળેથી કૂદીને તેમના જીવનનો અંત આણ્યો છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ બિઝનેસમેન પારસ પોરવાલે સવારે 6 થી 7 વાગ્યાની આસપાસ ભાયખલા(Byculla) માં રહેણાંક મકાનના 23મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યાથી પોરવાલ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમજ આ બનાવથી બિલ્ડર વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે. પારસ પોરવાલે દક્ષિણ મુંબઈમાં ઘણી ઈમારતો બનાવી છે.

આ સમાચાર પણ વાંચો : સત્તા પરિવર્તન બાદ પ્રથમ વખત એનસીપી સુપ્રીમો શરદ પવાર શિંદે સરકાર સાથે એક મંચ દેખાયા- અટકળો વહેતી થઈ- જુઓ ફોટો

પારસ પોરવાલ દક્ષિણ મુંબઈ(South Mumbai)ના સૌથી પ્રખ્યાત બિલ્ડર તરીકે જાણીતા હતા. પરંતુ તેઓએ શા માટે આવું પગલું ભર્યું તેનું કારણ હજુ બહાર આવ્યું નથી. આ ઉપરાંત પોરવાલ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. દરમિયાન પોલીસે પોરવાલના આત્મહત્યા કેસની તપાસ શરૂ કરી દીધી છે. હાલ તેમના પરિવાર, મિત્રો, બિઝનેસ પાર્ટનરની પૂછપરછ કરવામાં આવી રહી છે.  

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version