News Continuous Bureau | Mumbai
Maharashtra Bus: મહારાષ્ટ્રની ચોંકાવનારી ઘટના…ફૂટબોલ ટુર્નામેન્ટ માટે 26 વિદ્યાર્થીઓને લઈ જતો બસ ડ્રાઈવર દારૂના નશામાં ધુત; આ રીતે મોટી દુર્ઘટના ટળી
કલ્યાણઃ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓને વિરાર લઈ જતી બસનો ડ્રાઈવર નશામાં હતો પરંતુ ટ્રાફિક પોલીસની સતર્કતાને કારણે મોટો અકસ્માત થતા રહી ગયો હતો અને 26 વિદ્યાર્થીઓના જીવ બચી ગયા હતા.
કુર્લામાં ભયાનક બસ અકસ્માતની તાજેતરની ઘટના બાદ, ટ્રાફિક પોલીસની સતર્કતાને કારણે ઉલ્હાસનગરથી વિરાર જઈ રહેલી ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા 26 વિદ્યાર્થીઓના જીવ બચી ગયા. પોલીસે સમયસર દરમિયાનગીરી કરતા મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળેલ છે.
આ સમાચાર પણ વાંચો : Agriculture News: ખેડુતોએ ચણાના પાકમાં લીલી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં
ઉલ્હાસનગરની જગ્ગુ ફૂટબોલ એકેડમીના 26 વિદ્યાર્થીઓ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે વિરારની ગ્લોબલ સ્કૂલ જઈ રહ્યા હતા. બસ વાલધુની બ્રિજ વટાવીને સુભાષ ચોક પર પહોંચી હતી. ફરજ પર હાજર સુરેશ પાટીલે સતર્કતા દાખવી તુરંત બસ રોકાવી અને ડ્રાઈવરની તપાસ કરી. બ્રેથલાઈઝર ટેસ્ટમાં બહાર આવ્યું કે ડ્રાઈવર નશામાં હતો. જેથી પોલીસે બસને જપ્ત કરી લીધી હતી. ડ્રાઈવર પર 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં ચાલકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને દંડ ભર્યા બાદ જ બસ છોડવામાં આવશે. આમ ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે 26 વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો હતો શહેરને આ ઈમાનદાર પોલીસ પર ગર્વ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.