Site icon

મુંબઈમાં ઘર ખરીદવું થયું સસ્તુ: તમારી સ્ટેમ્પ ડ્યૂટી હવે બિલ્ડર ચુકવશે.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 સપ્ટેમ્બર 2020

જો તમારો ઘર ખરીદવાનો વિચાર હોય તો જલ્દી અમલમાં મુકશો. તમારા ઘરની સ્ટેમ્પ ડ્યુટી પણ હવે બિલ્ડર ચૂકવશે.. હા, તમેં બરાબર વાંચ્યું છે. સર્વોચ્ચ સ્થાવર મિલકત સંસ્થા NAREDCO મહારાષ્ટ્ર દ્વારા ગુરુવારે સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાની અને એનો ભાર બિલ્ડર પોતે સહન કરવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર, 2020 દરમિયાન સ્ટેમ્પ ડ્યુટીમાં 3 % અને 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2021 સુધીમાં 2 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

નારેડકો મહારાષ્ટ્રના બિલ્ડર સભ્યો 1,000 થી વધુ આવાસોના પ્રોજેક્ટ્સમાં પરવડે તેવી રહેણાંક સંપત્તિ પર સ્ટેમ્પ ડ્યૂટી માં માફી આપી રહ્યા છે. મુંબઈ, એમએમઆર, પુણે અને નાસિકના ડેવલપરોએ અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાનો અને ભાર પોતે સહન કરવાનો નિર્ણય લીધો છે.

નારેડકોના પ્રમુખએ જણાવ્યું હતું કે, "હાઉસિંગ સેલ્સ પર કોઈ સ્ટેમ્પ ડ્યુટી ના વસુલવાના આ નિર્ણયથી ટૂંકા ગાળામાં જ  ઘર ખરીદારીમાં નવી માંગ નીકળશે અને બજારમાં માંગ અને સપ્લાયનું ચક્ર ફરતાં બાંધકામ ક્ષેત્રે લીકવિડ પૈસા ફરતાં થશે અને આમ બજારમાં તેજી આવશે.’’

દરમિયાન, આ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે, બિલ્ડર સમુદાયે 2% સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા ઉપરાંત વધુ છૂટ આપવી જોઈએ. “સરકારે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી દીધી છે અને તેથી બિલ્ડરો 2% માફી આપશે. બિલ્ડર સમુદાએ  ઘર ખરીદારોને  10 થી 15 % ડિસ્કાઉન્ટ આપવાની જરૂર છે."

આ સાથે જ નારેડકો – વેસ્ટના પ્રમુખના જણાવ્યા મુજબ, રહેણાંક સંપત્તિના વેચાણ પર સ્ટેમ્પ ડ્યુટી સંપૂર્ણપણે માફ કરવાનો નિર્ણય આવકાર્ય છે. સ્થાવર મિલકતનું બજાર હાલમાં ભારે મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વેચાણ ઘટ્યું છે. એવા સમયે બિલ્ડરો અને  વિકાસકર્તાઓ જે રીતે વિવિધ છૂટ આપી રહ્યા છે તે ઘર ખરીદારોને આકર્ષિત કરશે…

Bhayander: મુંબઈના ભાયંદરમાં દાંડિયા કાર્યક્રમમાં કોમી તણાવ, એક યુવક નું આધાર કાર્ડ મળતા શરૂ થઇ બબાલ
Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Exit mobile version