ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
હાલ સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)નો એક ક્લીનઅપ માર્શલ ચાલતી પ્રાઇવેટ ટૅક્સીના બૉનેટ પર ટીંગાયેલો દેખાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારનો છે.
હકીકતમાં બન્યું એવું કે સાંતાકુઝમાં એક પ્રાઇવેટ કારમાં બેઠેલી મહિલાએ માસ્ક નહોતો પહેર્યો એટલે BMCના માર્શલે તેને રોકીને 200 રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું. મહિલા દંડ ભરવા તૈયાર થઈ ગઈ, પણ કારના ડ્રાઇવરે ગાડી ચલાવાની શરૂ કરી દીધી. માર્શલે ગાડી રોકવાની કોશિશ કરી, પણ એ આગળ વધતી જ રહી એટલે એ દોડીને એના બોનેટ પર ટીંગાઈ ગયો. છતાં ડ્રાઇવરે ગાડી રોકી નહીં એટલે આખરે માર્શલે બૉનેટ પરથી હટી જવું પડ્યું હતું. આ ઘટનામાં માર્શલને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ કૅબ ડ્રાઇવરના વર્તનથી તેઓ ચોંકી ગયા હતા. જુઓ વીડિયો
મુંબઈમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી દંડ વસૂલવા માટે ચાલતી કારના બૉનેટ પર ચડી ગયો BMC માર્શલ, જુઓ વીડિયો..#Mumbai #COVID19 #coronavirus #facemask #Bmcmarshal #facemask #fine #viralvideo pic.twitter.com/CUz3Wic5pM
— news continuous (@NewsContinuous) September 4, 2021