Site icon

Mumbai: બોરીવલીમાં નિર્માણાધીન ઈમારતના 16મા માળેથી પાલખ પડી જતાં, 3 મજુરના મોત બાદ કોન્ટ્રાક્ટર સહિત ત્રણ સામે કેસ નોંધાયો

Mumbai: આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ સોની વાડી વિસ્તારમાં કલ્પના ચાવલા ચોકમાં બની હતી. પોલીસે ઘટના સંદર્ભે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર, સાઈટ એન્જિનિયર અને અન્ય વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

case was registered against three including the contractor after the scaffolding fell from the 16th floor of an under-construction building in Borivali, killing 3 laborers.

case was registered against three including the contractor after the scaffolding fell from the 16th floor of an under-construction building in Borivali, killing 3 laborers.

  News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈના બોરીવલીમાં ( Borivali ) મંગળવારે એક નિર્માણાધીન ઈમારતમાં લોખંડનો માંચડાનો કેટલોક ભાગ તૂટી ( scaffolding collapsed ) પડતાં ત્રણ કામદારોનાં મોત થયાં હતાં. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અંગે મહાપાલિકા અધિકારીએ મિડીયાને જણાવ્યું હતું કે, આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ સોની વાડી વિસ્તારમાં કલ્પના ચાવલા ચોકમાં બની હતી. પોલીસે ઘટના સંદર્ભે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર, સાઈટ એન્જિનિયર અને અન્ય વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધાયો છે. 

Join Our WhatsApp Community

24 માળની બિલ્ડિંગના 16મા માળેથી માંચડાનો કેટલોક ભાગ તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો…

મહાનગરપાલિકાના ( BMC ) અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, 24 માળની બિલ્ડિંગના 16મા માળેથી માંચડોનો ( scaffolding  ) કેટલોક ભાગ તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર કામદારો ( workers ) ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેમને તાત્કાલિક કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ કામદારોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે ચોથા પીડિતની હાલત હાલ ગંભીર છે. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર વિભાગના જવાનો બે ફાયર બંબાઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો :  Rich Beggar: મુંબઈમાં આ ભિખારી પાસે છે બે ફ્લેટ, દુકાનોમાં રોકાણ.. જાણો દુનિયાનો સૌથી ધનિક ભિખારી દરરોજ કેટલી કમાણી કરે છે?

આ ઘટના બન્યા બાદ ભારતીય દંડ સંહિતાની કલમ 304A અને 338 હેઠળ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalyan Police: થાણે કમિશનરેટ માં DCP ની મોટી કાર્યવાહી: ગાંજાની તસ્કરીમાં સામેલ આટલા ગુનેગારો પર ‘મોકા’ (MCOCA) લાગુ
RMC plant shutdown: જનતા જીતી! સરનાઈકની પહેલથી ઘોડબંદરના પ્રદૂષણ ફેલાવતા RMC પ્લાન્ટ પર તાળાં, પ્રતિબંધનો આદેશ.
Topi thief arrested: ટોપી’નું સામ્રાજ્ય સમાપ્ત: ૬૦ થી વધુ કેસ ધરાવતો કુખ્યાત તસ્કર ભિવંડી માંથી ઝડપાયો
Mumbai Crime Branch: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ₹ ૧.૧૪ કરોડનું પ્રતિબંધિત ગુટખાનું રેકેટ ઝડપાયું, ૮ આરોપીઓની ધરપકડ
Exit mobile version