News Continuous Bureau | Mumbai
સ્થાનિક વેપારીઓને તથા તેમના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે સેન્ટ્રલ રેલવેએ “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના હાથ ધરી છે. જે હેઠળ જગપ્રખ્યાત ધારાવીની ચામડાની બેગથી લઈને અન્ય ઉત્પાદનો હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર વેચાશે.
“વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના હેઠળ સેન્ટ્રલ રેલવેના પાંચ સ્ટેશનોને આવરી લેવામાં આવ્યા છે. જેમા CSMT, કોલ્હાપુર, સોલાપુર, બુરહાનપુર અને નાગપુર સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્ટેશનો પર વિવિધ વસ્તુઓને શો-કેશમાં રાખવામાં આવશે અને પ્રવાસીઓ તેની ખરીદી પણ કરી શકશે.
આ સમાચાર પણ વાંચો : વાહ! BMCની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓ ભણશે શૅરબજારના પાઠ, નવા શૈક્ષણિક વર્ષથી કોર્સનો થશે સમાવેશ; જાણો વિગતે
મુંબઈની સાથે જ સેન્ટ્રલ રેલવેના પુણે ડિવિઝનના વિવિધ સ્ટેશનમાં કોલ્હાપુરના છત્રપતિ શિવાજી શાહુ મહારાજ ટર્મિનસ પર કોલ્હાપુરની ચપ્પલને પ્રમોટ કરાશે. ભુસાવળ ડિવિઝનના બુરહાનપુર સ્ટેશન પર બુરહાનપુની પ્રખ્યાત હેન્ડિક્રાફ્ટની વસ્તુઓને પ્રોત્સાહન અપાશે. નાગપુર સ્ટેશન પર આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલા બાંબુ, સોલાપુરમાં સોલાપુરની પ્રખ્યાત ચાદર વગેરેનો સમાવેશ થાય છે.
વેસ્ટર્ન રેલેએ પણ ભાવનગર અને વડોદરા સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ“ યોજના ચાલુ કરી છે.