News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ રેલવેમાં(Central Railway) મોટરમેનની સર્તકતાથી(Vigilance of motormen) મોટી હોનારત થતા થતા રહી ગઈ હતી અને સેંકડો પ્રવાસીઓના(Passengers) જીવ પણ બચી ગયા હતા. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ CSMT અને ભાયખલા સ્ટેશનની(Byculla Station) વચ્ચે ફાસ્ટ ટ્રેક પર અજ્ઞાત ઈસમે પથ્થરોથી ભરેલા ડ્રમને ફેંક્યો હતો. મોટરમેને રેલવે ટ્રેક (Railway tracks)પર આ ડ્રમને જોઈને ઈમર્જન્સી બ્રેક(Emergency break) મારીને ટ્રેનને રોકી લીધી હતી અને મોટા એક્સિડન્ટથી રેલવે(Railway Acident) બચી ગયું હતું.
શુક્રવારે બપોરના ૩.૧૦ વાગ્યાના સુમારે CSMT -ભાયખલાની વચ્ચે આ બનાવ બન્યો હતો. CSMTથી બપોરના ૩.૧૦ વાગ્યાના સુમારે ખપોલી ફાસ્ટ લોકલ(Khapoli Fast Local) રવાના કરી હતી ત્યારે CSMT -ભાયખલા સ્ટેશનની વચ્ચે રેલવે ટ્રેકની વચ્ચે એક લોખંડનું ડ્રમ(Iron drum) પડેલું જોવા મળ્યું હતું. ખપોલી ટ્રેનના મોટરમેન અશોકકુમાર શર્માએ આ ડ્રમને જોતા જ ઈમર્જન્સી બ્રેક મારી હતી. છતાં ડ્રમને સામાન્ય ટક્કર વાગી હતી. સહેજ ટક્કરને કારણે જોરથી અવાજ આવ્યો હતો અને પ્રવાસીઓ પણ ગભરાઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : તમારો મોબાઈલ સંભાળજો- મુંબઈની લોકલ ટ્રેનમાં મોબાઈલ ચોરોની ગેંગ સક્રિય થઈ- માત્ર 6 દિવસમાં સેંકડો મોબાઈલની ચોરી- જાણો વિગતે
સદનસીબે ઈમરજન્સી બ્રેકને કારણે ટ્રેન અટકી ગઈ હતી અને મોટો અક્સમાત થતા બચી ગયો હતો. રેલવે અધિકારીઓના(Railway Officials) કહેવા મુજબ મોટરમેને ઈમરજન્સી બ્રેક ના મારી હોત તો ડ્રમ સાથે ટ્રેનની ટક્કર બાદ ડીરેલમેન્ટ એટલે કે પાટા પરથી ટ્રેન ઉતરી જવાની શક્યતા હતા અને તેવા સંજોગોમાં ટ્રેનમાં બેસેલા પ્રવાસીઓના જાનને પણ જોખમ ઊભું થયુ હતું.
ટ્રેનની ડ્રમ સાથે થયેલી ટક્કર બાદ મોટરમેને ગાર્ડને તેની જાણ કરી હતી. પછી કંટ્રોલની મદદથી રેલવે પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી. આ દરમિયાન પ્રવાસીઓની મદદથી મોટરમેને ડ્રમને હટાવ્યું હતું અને ત્યારબાદ ટ્રેનને ખપોલી ખાતે રવાના કરવામાં આવી હતી. મોટરમેને ટ્રેનને ઈમર્જન્સી બ્રેક મારી ન હોત તો ગાડીનું જમ્પર, વાયર અને લોકલ ટ્રેનની અન્ય સાધનસામગ્રીને નુકસાન થવાની શક્યતા હતી. એટલું જ નહીં, ડિરેલમેન્ટ પણ થવાની શક્યતા હતી. આ દરમિયાન ટ્રેન લગભગ ચાર મિનિટ ખોટકાઈ હતી, ત્યાર બાદ ટ્રેન કલ્યાણમાં રાઈટ ટાઈમ પહોંચી હતી.
આ પ્રકરણમાં ભાયખલામાં અજ્ઞાત વ્યક્તિની સામે આઈપીસી ૧૫૪ અન્વયે કેસ નોંધવામાં આવ્યો છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ સેન્ટ્રલ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. રેલવે ટ્રેક પર ડ્રમ ક્યાંથી આવ્યું અને ટ્રેક પર કઈ રીતે લઈ જવામાં આવ્યું તેના અંગે તપાસ ચાલી રહી છે.