News Continuous Bureau | Mumbai
ચેમ્બુર, દેવનાર, અને કુર્લા વિસ્તારમાં રહેલી પાણીની સમસ્યા બહુ જલદી દૂર થવાની છે. એટલું જ નહીં પણ ભવિષ્યમાં પણ અહીં મબલખ પાણી પુરવઠો(water supply) મળશે.
પાણીની સમસ્યા દૂર કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા ઘાટકોપર-અમર મહેલથી ટ્રોમ્બે વચ્ચે અંડરગ્રાઉન્ડ ટનલ (underground tunnel)બાંધવામાં આવી રહી છે. અમર મહેલથી ટ્રૉમ્બે રિઝર્વોયર સુધીની વોટર ટનલના પહેલા તબક્કાનું ૩.૬ કિલોમીટરનું ખોદકામ શુક્રવારે વિક્રમી સમયમાં પૂરું થયું હતું. આ પ્રોજેક્ટનું લગભગ ૫૫ ટકા કામ પૂરું થયું ગયું છે. ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં પ્રોજેક્ટ પૂરો થવાનો છે. વોટર ટનલનું કામ પૂરું થવાની સાથે જ ગોવંડી, માનખુર્દ અને ચેંબુરમાં પાણીની કાયમી સમસ્યા દૂર થશે એવો પાલિકાનો દાવો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ વિસ્તારમાં સ્થિત LIC ઓફિસમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે; જુઓ વિડીયો, જાણો વિગતે
પૂર્વ ઉપનગરમાં એમ-પૂર્વ, એમ-પશ્ચિમ અને એલ વોર્ડમાં પાણી પુરવઠામાં સુધારો કરવા માટે ભવિષ્યમાં વધારે પાણી પુરવઠો મળે તે માટે અમર મહેલથી ટ્રૉમ્બ લો રિઝર્વોયર અને આગળ ટ્રૉમ્બે હાઈ રિઝર્વોયર સુધી ૫.૫૨ કિલોમીટર લંબાઈની વોટર ટનલ બાંધવામાં(underground water pipeline)આવી રહી છે. કોરોના કાળમાં પણ ટનલનું કામ વિક્રમી સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ વોટર ટનલ પ્રોજેકટ અંતર્ગત અમર મહેલમાં હેગડેવાર ઉદ્યાન અને આર.સી.એફ. કોલોનીમાં આવેલી ટ્રૉમ્બે લો રિઝર્વોયરમાં અમુક્રમે ૮૧ મીટર અને ૧૦૫ મીટર નીચે બે ટનલ બાંધવામાં આવી રહી છે. ભાભા એટોમિક સાયન્સ રિસર્ચ સેન્ટરમાં ટ્રૉમ્બે હાઈ રિઝર્વોયર ખાતે લગભગ ૧૧૦ મીટર ઊંડાઈમાં ટનલનું કામ ચાલી રહ્યું છે.
ટનલના ખોદકામ માટે ટીબીએમ મશીન જમીનની નીચે ઉતારવામાં આવ્યું હતું. ટનલ માટે છ માર્ચ, ૨૦૨૧ના ખોદકામ ચાલુ કરવામાં આવ્યું હતું. જમીનની નીચે લગભગ ૧૦૦થી ૧૧૦ મીટર નીચે 3.2 મીટર વ્યાસની ટનલ બાંધવામાં આવી રહી છે. જાન્યુઆરી, ૨૦૨૨માં વિક્રમી સમયમાં ૬૫૩ મીટરનું ખોદકામ કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં ૪૦ મીટર કરતા વધુ ખોદકામ કરવાનું કામ પણ એક જ અઠવાડિયામાં બે વખત કરવાનું કામ પણ પાલિકાએ કર્યું છે.