News Continuous Bureau | Mumbai
મુંબઈમાં શનિવારે ભારે વરસાદ(heavy rainfall) વચ્ચે રવિવાર અષાઢી એકાદશીએ(Ashadhi Ekadashi) માત્ર હળવો છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. છતાં મુંબઈના ચિંચોલી ફાયર સ્ટેશનમાં(Chincholi Fire Station) રવિવારે છ કલાકમાં 168.14 મી.મી (સાડા છ ઈંચ) વરસાદ નોંધાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેની આજુબાજુના પરિસરમાં માત્ર 4 થી 5 મીમી વરસાદ પડયો હતો તેથી હવે ચિંચોલી ફાયર સ્ટેશનમાં નોંધાયેલા વરસાદ સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભો થયો છે.
રવિવારે મુંબઈમાં કોઈ પણ સ્થળે મુશળધાર વરસાદ પડ્યો નહતો. છતાં મલાડ નજીકના ચિંચોલી ફાયર સ્ટેશનમાં 168.14 મીમી. વરસાદ નોંધાયો હતો. ચિંચોલી ફાયર સ્ટેશન નજીકના મલાડ ફાયર સ્ટેશનમાં(Malad Fire Station) માત્ર 1.77 મીમી વરસાદ નોંધાયો હતો. નજીકના માલવણી ફાયર સ્ટેશનમાં 4.31 મીમી જ્યારે દિંડોશીમાં 4.56 મીમી વરસાદ નોંધાયો હતો. કાંદિવલી(kandivali) વિસ્તારમાં છ કલાકમાં વરસાદ નોંધાયો હતો.
આ સમાચાર પણ વાંચો : મુશળધાર વરસાદને કારણે મુંબઈને પાણી આપનારા તળાવો અડધો અડધ ભરાઈ ગયા-જાણો તાજા આંકડા અહીં
આથી હવે ચિંચોલી ફાયર સ્ટેશનમાં વરસાદનો રેકોર્ડ ચર્ચાનો વિષય બન્યો છે. લગભગ સમગ્ર મુંબઈમાં માત્ર 5 મીમી વરસાદ નોંધાયો છે. કોલાબા(Colaba) વિસ્તારમાં સાંજે 5.30 વાગ્યા સુધી 6.5 મીમી વરસાદ નોંધાયો હતો. સાંતાક્રુઝમાં(Santa cruz) 3.6 મીમી વરસાદ નોંધાયો હતો.