News Continuous Bureau | Mumbai
મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય તળાવોમાં(Mumbai lakes) જબરદસ્ત વરસાદ(Heavy rainfall) પડી રહ્યો છે. જળાશયોમાં(Reservoirs) કેચમેન્ટ એરિયામાં(catchment area) છેલ્લા 48 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એટલે કે એક જ દિવસમાં લગભગ 67,903 મિલિયન લિટર જેટલું પાણી જમા થઈ ગયું છે. હાલ જળાશયોમાં 40 ટકાથી વધુ પાણી થઈ ગયું છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીનો સ્ટોક(Water stock) વધુ છે.
મુંબઈ સહિત થાણે જિલ્લામાં(Thane) છેલ્લા થોડા દિવસથી મૂશળધાર વરસાદ રહ્યો છે. તેથી સાતેય તળાવોની પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો હતો. તેથી મુંબઈ મહાનગર પાલિકાએ(BMC) 27 જૂનથી મુંબઈમાં લાગુ કરેલો 10 ટકા પાણીકાપ 8 જુલાઈથી રદ કર્યો હતો. સોમવારે સવારે સાતેય જળાશયોમાં કુલ મળીને 5,83,639 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક જમા થયો છે. રવિવારે સવારના તળાવોમાં 5,15,736 મિલિયન લિટર જેટલું પાણી હતું.
આ સમાચાર પણ વાંચો : CSMT થી ડબલ ડેકર મેલ એક્સપ્રેસ દોડાવા આડેનું વિઘ્ન થયું દૂર- 154 વર્ષ જૂના આ પુલ પર પડશે હથોડો- જાણો વિગત
મુંબઈને પ્રતિદિન 3,850 મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ જળાશયોમાં 5,83,639 મિલિયન લિટર પાણી છે તે મુંબઈને 151 દિવસ ચાલે એટલું છે.
ગયા વર્ષે આ જ સમયે તળાવોમાં 2,54,958 મિલિયન લિટર એટલે કે 17.62 ટકા અને 2020માં 3,17,399 મિલિયન લિટર એટલે કે 21.93 ટકા જેટલો પાણીનો સ્ટોક હતો.
| જળાશય |
છલકાવાની સપાટી (મીટર) |
સોમવારીની સપાટી (મીટર) |
૨૪ કલાકમાં પડેલો વરસાદ (મિ.મી.) |
| અપર વૈતરણા | 603.51 | 597.64 | 88.00 |
| મોડક સાગર | 163.15 | 158.79 | 73.00 |
| તાનસા | 128.63 | 124.24 | 68.00 |
| મિડલ વૈતરણા | 285.00 | 259.65 | 89.00 |
| ભાતસા | 142.07 | 123.40 | 89.00 |
| વિહાર | 80.12 | 77.15 | 26.00 |
| તુલસી | 139.17 | 136.91 | 43.00 |