News Continuous Bureau | Mumbai
Chogada Re : આસ્થા અને શ્રદ્ધાનો પર્વ એટલે નવરાત્રિ. મુંબઈગરાઓ આ નવે નવ દિવસ શક્તિની ભક્તિના રંગમાં રંગાઈ જાય. નવ દિવસ સુધી ચાલતા આ માતાની આરાધનાના ઉત્સવમાં જો લોકકલ્યાણની ભાવનાનો ગુણાકાર થાય તો જાણે સોનામાં સુગંધ ભળે. સમાજ કલ્યાણની આવી જ ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીના(BJP) લોકલાડીલા નેતા શ્રી મૂરજીભાઈ પટેલે(Murjibhai Patel) અંધેરીના હોલી ફેમિલી ગ્રાઉન્ડ ખાતે મોટાપાયે નવરાત્રિનું(Navratri) આયોજન કરીને જાણે અંધેરીના(Andheri) લોકોનું દિલ જીતી લીધું છે. શ્રી મૂરજીભાઈના પ્રયત્નોને કારણે જ દેશી કોયલના સ્વરે માતાજીના ગરબા ઘૂમવા દરરોજ હજારોની સંખ્યામાં અહીં લોકો હાજર રહ્યા હતા. દસ દિવસ દરમિયાન અહીં આશરે એક લાખથી વધુ લોકોએ સામેલ થઈને આ નવરાત્રિને બ્લોક બસ્ટર બનાવી દીધી અને તેથી જ એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે, ‘છોગાળા રે’ એ મુંબઈના ગુજરાતીઓની જ નહીં, પરતું સમસ્ત હિન્દુ સમાજની પહેલી પસંદ બની ગઈ છે. મુંબઈમાં ખૂણે-ખૂણેથી સામેલ થઈને લોકો એ આ નવરાત્રિને હિટ બનાવી છે.
લોકકલ્યાણની વિચારધારા સાથે સનાતન ધર્મનો પ્રચાર એ જ આ નવરાત્રિનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. તેથી જ શ્રી મૂરજીભાઈએ અહીં રામમંદિરની પ્રતિકૃતિ સમાન 3D સ્ટેજ ડેકોરેશન તૈયાર કરાવ્યું હતું. તેમ જ પહેલીવાર દેશી કોયલ ગીતા રબારીને મુંબઈમાં નવરાત્રિ કરવા આમંત્રણ આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : PAK vs SA: શું ખરાબ અમ્પાયરિંગને કારણે પાકિસ્તાન હાર્યું? રસાકસી બાદ સાઉથ આફ્રિકા એક વિકેટે જીત્યું….
ભાજપનો ટેકો: સેલિબ્રિટીઝની પસંદ
પારંપરિક ગરબાની રમઝટ ને સનાતન ધર્મના સંદેશ આપતી આ નવરાત્રિને સપોર્ટ કરવા માટે મહારાષ્ટ્રના ઉપ મુખ્યપ્રધાન શ્રી દેવેન્દ્ર ફડવણીસજી , તેમના શ્રીમતી પત્ની અમૃતાજી ફડવણીસ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભાઈ શ્રી પંકજભાઈ મોદી, ભાજપના વરિષ્ઠ નેતા શ્રી પ્રસાદ લાડજી, ચારકોપ વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય શ્રી યોગેશભાઈ સાગર, કાંદીવલી પૂર્વના વિધાનસભ્ય શ્રી અતુલ ભાતખલકરજી, ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણેના પુત્ર અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય શ્રી નિતેશ રાણેજી, સાંસદસભ્ય શ્રી ગોપાલ શેટ્ટીજી, સાંસદસભ્ય શ્રી ગજાનન કીર્તિકરજી, સંસદસભ્ય શ્રી મનોજભાઈ કોટક, રાજકારણી અને જળ-યોદ્ધા ડૉ. સંજય પાંડેજી અને આચાર્ય પવન ત્રિપાઠીજી સહિત અનેક નામાંકિત હસ્તીઓએ આ નવરાત્રિમાં હાજરી આપી હતી. તેમજ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સત્યનારાયણ ચૌધરી, કોરિયોગ્રાફર વિદ્યા છેડા, મિસિસ યુનિવર્સ નોર્થ વેસ્ટ એશિયા સ્વાતિ ઠક્કર, અભિનેતા ને ઇન્ફ્લુએસર ભાવિન ભાનુશાલી, ગરબા કિંગ્સ સોની બ્રધર્સે – જિગર અને સુહ્રદ સોની, સહિત અનેક નામાંકિત લોકો ‘છોગાળા રે’ નવરાત્રિમાં અતિથિ વિશેષ તરીકે આવ્યા હતા.
ગીતાબહેન રબારીએ રંગ રાખ્યો
મુંબઈની નવરાત્રિમાં કચ્છી કોયલ ગીતા રબારીની એંટ્રી રોકિંગ સાબિત થઈ છે. લોક ગાયિકાના સુર સાથે પારંપરિક ગરબાઓ માણવા લોકો કીડીયારાની જેમ ઊભરાયા હતા. તેમનો દેશી પહેરવેશ, તેમની અદાઓ અને દેશી રણકાએ આબાલવૃદ્ધ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમના અભૂતપૂર્વક પર્ફોમન્સની સીધી અસર સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. માત્ર એક મહિનામાં જ ‘છોગાળા રે’ના insta પેજ પર 50 લાખથી વધુ લોકો જોડાયા હતા.
સ્પોન્સર્સ અને પાર્ટનર્સનો સહકાર
આ પ્રસંગે આયોજક મૂરજીભાઈ પટેલે વિશેષરૂપથી તમામ સ્પોન્સર્સ અને પાર્ટનર્સનો આભાર માન્યો હતો. જેમાં ટાઈટલ સ્પોન્સર પુરી વેલવેટ લાઇફ, સ્વતંત્ર એથનિક વેર, રેડિયો સિટી, ટીવી9 ગુજરાતી, યુ. એફ. ઓ. સિને મીડિયા નેટવર્ક, મિડ-ડે, શો-બીઝ, આવાઝ ડોટ કોમ, એસ. ડી. ડેકોરેશન્સ, એલે જાયન્ટ ઇવેન્ટ્સ, dreaming elements, ઓન ટીવી, ગો ફ્રી ગો energy ડ્રિન્ક, ડિજિટલ આઈ અને ન્યુઝ continuous નો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે આ બધા સ્પોન્સર્સ અને પાર્ટનર્સના સપોર્ટને
કારણે જ આ નવરાત્રિ સક્સેસફૂલ બની છે.
આયોજક મૂરજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ‘સામાન્ય જનતાને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાવાના અમારા પ્રથમ પ્રયાસરૂપી ‘છોગાળા રે’ નવરાત્રિને લોકોનો હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થવાથી અમારો ઉત્સાહ બેવડાયો છે અને અમે આવતા વર્ષે પણ નવરાત્રિનું જોરદાર આયોજન કરીશું.’