ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓક્ટોબર, 2021
ગુરુવાર.
રિશ્વતના કેસમાં મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ભારે શોધ કર્યા બાદ હાથ ન લાગતા હોવાની રજૂઆત CIDએ પોતાના રિપોર્ટમાં કરી છે. બુધવારે CIDએ આ રિપોર્ટ જસ્ટિસ ચંડીવાલ કમિશનને સોપ્યો હતો. આ કેસની સુનાવણી હવે 18 ઓક્ટોબરના મોકુફ રહી છે.
ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુંબઈ પોલીસને 100 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો હોવાનો કથિત આરોપ કરતો પત્ર પરમબીર સિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો હતો. મુખ્ય પ્રધાનને લખવામાં આવેલા પત્રની તપાસ જસ્ટિસ ચંડીવાલ કરી રહ્યા છે.
લખીમપુર ખીરી કેસ: સુપ્રીમ કોર્ટનો સવાલ- લખીમપુર મામલે કેટલી ધરપકડ થઈ? યુપી સરકાર આ તારીખે આપશે જવાબ
CIDના કહેવા મુજબ તેઓ લાંબા સમયથી પરમબીર સિંહને શોધી રહ્યા છે. પરંતુ તેમનું લોકેશન મળતું નથી. તેઓ જે ડોકટર પાસે સારવાર લે છે, તેની પાસે પણ CID જઈને આવી છે. છતાં તેમનો કોઈ પત્તો લાગતો નથી. તેથી તેમને બેલેબેલ વોરેન્ટ મોકલી શકાતો નથી. એવું પણ CIDએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે.