ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર
છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે.
બુધવારે કોલાબામાં મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હાલ મુંબઈ અને મહારાષ્ટ્ર પર ઈશાન દિશાના ગરમ પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા હોવાથી દિવસે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
