આખરે ઉદ્ધવ ઠાકરે ઝુક્યા- પોતાના પિતા બાળાસાહેબ ઠાકરેના સ્થાને આ વ્યક્તિના નામે હશે નવી મુંબઈ એરપોર્ટ

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

ઠાકરે સરકાર(Thackeray government) નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું(Navi Mumbai International Airport) નામ દિવંગત નેતા ડીબી પાટીલના(DB Patil) નામ પર રાખવા સંમત થઈ ગઈ છે.

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ડીબી પાટિલના નામને ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) મંજૂરી આપી છે.

માતોશ્રી(Matoshree) ખાતે આંદોલનકારીઓના એક પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત દરમિયાન CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમને ડીબી પાટીલના નામ સામે કોઈ વાંધો નથી. 

સાથે આ આંદોલનકારીઓએ એકનાથ શિંદે(Eknath Shinde) પર સમાજમાં ઝઘડો કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે(State Government) એરપોર્ટનું નામ શિવસેનાના(Shivsena) દિવંગત પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) નામ પર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે DB પાટિલના નામ માટે નવી મુંબઈમાં મોટું આંદોલન થયું હતું.

આ સમાચાર પણ વાંચો : અરબ સાગરમાં ONGC ના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ- 3 કર્મચારી સહિત આટલા લોકોનાં નિપજ્યા મોત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment