Site icon

Coastal Road Phase 2 Open : મુંબઈગરાઓ માટે સારા સમાચાર! મુંબઈ કોસ્ટલ રોડનો બીજો લેન 11 જુનથી ખુલ્લો મુકાશે; જાણો અહીં સંપુર્ણ રુટ..

Coastal Road Phase 2 Open : મરીન ડ્રાઈવથી વરલીનું અંતર હવે માત્ર દસ મિનિટમાં કાપી શકાશે. કારણ કે કોસ્ટલ રોડની બીજી ટનલ 11 જુનથી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે, જાણો શું રહેશે આનો સંપુર્ણ રુટ..

Coastal Road Phase 2 Open Good news for Mumbaikars! Second lane of Mumbai Coastal Road to open from June 11;

Coastal Road Phase 2 Open Good news for Mumbaikars! Second lane of Mumbai Coastal Road to open from June 11;

News Continuous Bureau | Mumbai

 Coastal Road Phase 2 Open :  મુંબઈના મરીન ડ્રાઈવ અને હાજી અલી ( Haji Ali  ) વચ્ચેના કોસ્ટલ રોડનો બીજો ભાગ હવે સોમવારથી ટ્રાફિક માટે ખોલવામાં આવશે, પરંતુ આમાં વાહનોની અવરજવર 11 જૂનથી જ શરૂ થશે. આમાં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી એટલે કે 16 કલાક સુધી ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, કોસ્ટલ રોડનું લગભગ 90 ટકા કામ હાલ પૂર્ણ થઈ ગયું છે. મરીન ડ્રાઇવથી હાજી અલી વચ્ચે કોસ્ટલ રોડનું આ અંતર 6.25 કિમી છે. રોડ દ્વારા આ અંતર કાપવામાં 20-25 મિનિટ લાગે છે. તેથી આ માર્ગ ખુલ્લો થતા જ આ અંતર હવે માત્ર 7 મિનિટમાં પાર કરી શકાય છે. 11 માર્ચે વર્લી અને મરીન ડ્રાઈવ ( Marine Drive ) વચ્ચે ખોલવામાં આવેલા કોસ્ટલ રોડના પહેલા લેનની લંબાઈ 9.50 કિમીથી વધુ છે. મતલબ કે આ વખતે લગભગ ત્રણ કિલોમીટર ઓછો લાંબો કોસ્ટલ રોડ ખોલવામાં આવશે. આ કોસ્ટલ રોડની કુલ લંબાઇ 10.58 કિમી છે, જે મરીન ડ્રાઇવને બાંદ્રા વરલી સી લિંક સાથે જોડ્યા પછી પૂર્ણ થશે. 

Join Our WhatsApp Community

તાજેતરમાં જ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ( Eknath Shinde ) કોસ્ટલ રોડની મુલાકાતે   આવ્યા હતા. તેમણે 10 જૂનથી બીજા ભાગને ટ્રાફિક માટે ખોલવાની વાત કરી હતી. જેમાં લોકોને આશા છે કે, તેઓ હવે સરળતાથી મરીન ડ્રાઈવથી વરલી ( worli ) સુધીની મુસાફરી કરી શકશે, પરંતુ હાલમાં આ બીજો લેન માત્ર મરીન ડ્રાઈવથી હાજી અલી સુધી જ ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવશે. હાજી અલીથી બિંદુમાધવ ઠાકરે ચોક વર્લી સુધીનો માર્ગ હવે 10 જુલાઈથી ખુલે તેવી હાલ શક્યતા છે.

Coastal Road Phase 2 Open :

જો કે,  મુખ્યમંત્રી શિંદેએ નિર્દેશ આપ્યો હતો કે વરસાદ પહેલા પૂર્ણ થયેલા કામના ભાગને ટ્રાફિક ( Traffic ) માટે ખોલવામાં આવે. જેથી પ્રવાસીઓ માટે મરીન ડ્રાઈવથી હાજી અલી સુધીનો પ્રવાસ સરળ બનશે. આમાં પ્રવાસીઓ અમરસાન્સ પાર્ક અને હાજી અલી ખાતેના ઇન્ટરચેન્જનો ઉપયોગ કરી શકશે. આ ઇન્ટરચેન્જમાંથી બહાર નીકળવા અથવા દાખલ થવાની વિવિધ ભાગોમાં પ્રવેશની સુવિધા મળશે. આ માર્ગથી હવે બેરિસ્ટર રજની પટેલ ચોક (લોટસ જેટી) થી વરલી, બાંદ્રા અને વત્સલાબાઈ દેસાઈ ચોક (હાજી અલી) થી તારદેવ, મહાલક્ષ્મી, પેડર રોડ તરફ મુખ્યત્વે ટ્રાફિક સરળ બનશે.

આ સમાચાર પણ વાંચો : Surat: ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસ, ખેતપેદાશોની ખરીદી કરવાની સુરતીઓને સુવર્ણ તક

કોસ્ટલ રોડનો આ ભાગ સપ્તાહમાં પાંચ દિવસ સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લો રહેશે. પ્રોજેક્ટના બાકી કામના કારણે શનિવાર અને રવિવાર એમ બે દિવસ કામ માટે આ માર્ગ બંધ રહેશે. કોસ્ટલ રોડનો બીજો ભાગ શરૂ થતાં પ્રવાસીઓ હવે મરીન ડ્રાઈવથી ભુલાભાઈ દેસાઈ માર્ગ, બેરિસ્ટર રજની પટેલ ચોક (લોટસ જેટી) અને વત્સલાબાઈ દેસાઈ ચોક (હાજી અલી ચોક) સુધી મુસાફરી કરી શકાશે.આ કોસ્ટલ રોડ પર વાહનોની સ્પીડ મર્યાદા 80 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, તો ટનલમાં 60 કિમી પ્રતિ કલાક રહેશે અને ટર્નિંગ પોઈન્ટ પણ 40 કિમી પ્રતિ કલાક એમ નિર્ધારિત કરવામાં આવી છે.

કોસ્ટલ રોડની વિશેષતાઓ:

આ સમાચાર પણ વાંચો :  Tejasswi prakash birthday special: અભિનેત્રી નહીં આ ફિલ્ડ માં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી તેજસ્વી પ્રકાશ, જાણો ટીવી ની નાગિન ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો.

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Exit mobile version