મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શું જોવા મળશે નવું રાજકીય સમીકરણ? દિલ્હીમાં રાહુલ ગાંધી અને સંજય રાઉતની મુલાકાત પર સૌ કોઈની નજર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

બુધવાર

મહારાષ્ટ્રમાં આગામી વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને શિવસેના સંયુક્ત રીતે ચૂંટણી લડે એવી શક્યતા જણાઈ રહી છે.

દેશની અત્યંત શ્રીમંત ગણાતી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવતા વર્ષે થઈ રહી છે, ત્યારે છેલ્લાં 30 વર્ષથી પાલિકામાં શાસન કરી રહેલી શિવસેના અને તેનો એક સમયનો મિત્ર ભાજપ બંને પક્ષો પાલિકામાં એકહથ્થુ સત્તા મેળવવાના પ્રયાસમાં લાગી ગયાં છે, તો મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકારમાં સાથે રહેલી કૉન્ગ્રેસે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાની ઇચ્છા પહેલાં જ જાહેર કરી દીધી છે. જોકે મહાવિકાસ આઘાડીમાં સાથે રહ્યા બાદ પાલિકાની ચૂંટણી અલગ અલગ લડવાને બદલે સાથે રહીને લડવા બાબતે શિવસેના ભાર આપી રહી છે.

ભાજપને હરાવવા માટે કૉન્ગ્રેસનો સાથ જરૂરી હોવાની દલીલ સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના અગ્રણી નેતા સંજય રાઉત કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની મુલાકાત કરવાના હોવાનું કહેવાય છે.

મુંબઈમાં મહામારીની બીજી લહેર ઓસરી ગઈ! શહેરના આ એરિયાએ આપી કોરોનાને માત, આજે સાતમી વખત કોવિડનો એક પણ કેસ નહીં

અહીં ઉલ્લેખનીય છે કે 2017ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેનાએ 37 ટકા મત લઈને 84 સીટ મેળવી હતી, તો ભાજપે 36.1 ટકા મત લઈને 82 જગ્યા જીતી હતી, તો કૉન્ગ્રેસના ફક્ત 31 નગરસેવક ચૂંટાઈ આવ્યા હતા. તેમના મતોની સંખ્યા પણ ઘટીને 13.7 ટકા પર આવી ગઈ હતી. છતાં શિવસેના ભાજપને પાલિકામાં સત્તાથી દૂર રાખવા માટે કૉન્ગ્રેસ સાથે મળીને પાલિકાની ચૂંટણી લડવા માટે આતુર હોવાનું કહેવાય છે.  સેનાના મરાઠી મત તો કૉન્ગ્રેસના ઉત્તર ભારતીય અને મુસ્લિમ મતથી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટા માર્જિનથી સરળ રહેશે. એમાં પણ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનો સાથ ચોક્કસ મળશે એવી શિવસેનાને ખાતરી છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!