News Continuous Bureau | Mumbai
અત્યાર સુધી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાની બણગા ફૂંકનારા કોંગ્રેસના નેતાઓ હવે શિવસેના સાથે યુતિ કરવા ઊંચા-નીચા થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પાંચ રાજ્યોમાં કોંગ્રેસનો કારમો પરાજય બાદ કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ થઈ ગયું છે. તેથી હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાંથી પણ એકડો નીકળી ના જાય તે માટે કોંગ્રેસ મરણિયો પ્રયાસ કરી રહી હોવાનું કહેવાય છે.
હાલ કોંગ્રેસ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકારમાં શિવસેના સાથે છે. જોકે મુંબઈ મહાનગરપાલિકામાં તે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યો હતો. મહાનગરપાલિકાની પાંચ વર્ષની મુદત સાત માર્ચ 2022ના પૂરી થઈ ગઈ છે અને પાલિકામાં પ્રશાસક નીમવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો :મુંબઈ સુરક્ષિત… ડિલિવરી બોયઝને આપવા પડશે કેરેક્ટર સર્ટિફિકેટ, મુંબઈ પોલીસ કમિશનરનું ફરમાન.જાણો વિગતે
નેતા અને ભૂતપૂર્વ નગરસેવક રવી રાજાના કહેવા મુજબ પાલિકાની ચૂંટણીમાં પક્ષે જોડાણ કરવું કે નહીં તે સિનિયર નેતાઓ નક્કી કરવાનું છે. કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તા, નેતાઓ અને નગરસેવકોનો મંતવ્ય જાણ્યા બાદ પક્ષના સિનીયર નેતાઓને તેનાથી વાકેફ કરવામાં આવ્યા છે. તેથી આ બાબતે તેઓ નિર્ણય લેશે. જોકે અંગત રીતે માનો તો કોંગ્રેસે શિવસેના સાથે જોડાણ કરી નાખવું જોઈએ.